રદ્દ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના નોકરી વાંછુક 10,45,000 લોકોની સરકારી નોકરી કરવાની ઈચ્છાઓ પર પાણી ફેરવતો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એકાએક બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝામ રદ્દ કરવા પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ પોસ્ટ માટે 12 પાસ ઉમેદવારો પણ પરીક્ષા આપવાના હતા, પરંતુ હવે આ લાયકાત સ્નાતકની કરી દેવામાં આવી છે અને નવી તારીખો અને નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેવું કહેવાઈ રહ્યું છે.

પરીક્ષા રદ્દ થવાનાં કારણે 14 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળા પછી સરકાર દ્વારા પરીક્ષાને લઇને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર નવી પરીક્ષાની તારીખ એક મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અંદાજિત 4500 જેટલી નવી ભરતી કરવામાં આવશે, પરંતુ ભરતીમાં પણ સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત કરવામાં આવ્યો છે. એક તરફ વધારે ભરતી કરવાને લઇને યુવાનો માટે ખુશીના સમાચાર છે, પરંતુ બીજી તરફ વ્યાજે પૈસા લાવીને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા 12 પાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. જોકે, પરીક્ષા રદ્દ થવાને લઇને રાજ્યના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને બીજી તરફ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.