ગુજરાતના રાજકારણમાં મોટા ધડાકાભડાકા!

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

વિધાર્થીઓ એકના બે ન થતા નજીકના ભવિષ્યમાં રાજકીય ઊથલપાથલના મળતા સંકેત: વિધાનસભા સત્ર પછી નવાજૂનીની ચર્ચા


વિધાર્થી આંદોલનના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે ઊથલપાથલ કરી છે વિધાનસભા સત્ર પછી નવાજૂની થાય તેવી અટકળો ચાલી રહી છે સરકાર ભલે એવા દાવા કરે કે આંદોલન પૂરું થઈ ગયું છે પણ દિલ્હીમાં આંદોલનના ઘેરા પ્રત્યાઘાત પડયા છે


મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર અત્યારે ચારે બાજુથી ઘેરાય ગઈ છે તેમાં બળતામાં વિધાર્થી આંદોલનએ ઘી હોમી દીધું છે ગુજરાત સરકારે વિધાર્થી આંદોલનમાં ભલે બે ફાંટા પડાવ્યા પરંતુ સરકારમાં જ અંદરોઅંદરના ફાતા પડી ગયા છે તેથી નજીકના ભવિષ્યમાં રાજકીય ધડાકાભડાકા થવાના ભણકારા વાગી રહ્યા છે


બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ કરવા માટે જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ આંદોલનને એકવાર ભૂતકાળમાં અનામત માટે થયેલા પાટીદાર આંદોલનની યાદ તાજી કરી દીધી છે. જો કે વિદ્યાર્થીઓના આંદોલનની સામે રૂપાણી સરકાર ની હાલત પણ અગાઉ પાટીદાર આંદોલન વખતે થયેલી આનંદીબેન પટેલ ની હાલત જેવી થઈ ગઈ છે. સરકાર બિલકુલ અનિર્ણીત અવસ્થામાં આવી ને ઉભી રહી ગઇ છે.


જો કે વિદ્યાર્થીઓ કોઈપણ સંજોગોમાં આંદોલન સમેટવા તૈયાર નથી. વિદ્યાર્થીઓમાંથી એક જ સૂર ઉઠયો છે કે જ્યાં સુધી પરીક્ષા રદ કરવાની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સમેટી લેવામાં આવશે નહીં. બીજી બાજુ યુવરાજ સિંહ પણ જણાવ્યું છે કે સરકાર દ્વારા સીટ ની જાહેરાત કરી છે સાથે જ આંદોલનને સમેટી લેવામાં આવશે. પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓ એવું જણાવી રહ્યા છે કે હવે સીટ ની શુ જરૂર છે? જ્યાં સુધી પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન સમેટી લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો કે વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય પર અડગ હોય તેવું લાગી રહ્યું છે


વિદ્યાર્થીઓનું આંદોલન સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે. ભૂતકાળમાં જેમ પાટીદાર આંદોલને આનંદીબેન પટેલનો ભોગ લીધો હતો તેમ કદાચ હવે વિદ્યાર્થીઓનું આંદોલન રૂપાણીનો ભોગ લઈ શકે

છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ માટે આ એક મુદ્દો બની ગયો હોય તેમ હવે કોંગ્રેસ ના નેતાઓ પણ રહી રહીને આંદોલનને ટેકો આપવા માટે આંદોલનમાં કૂદી પડ્યા છે. એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ રાજકીય તકનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ કોઈપણ રાજકીય હસ્તક્ષેપ ઇચ્છતા નથી. હાર્દિક પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હું આ આંદોલનનો કોઈ ભાગ નથી પરંતુ માત્ર વિદ્યાર્થીઓની માંગણીને મારો સહયોગ રહેશે.

Source:


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares