BJP અને BTP ના ૪ ધારા સભ્ય હાજર રહ્યા: ભીલ પ્રદેશ ની માંગણીમાટે ૪ રાજ્ય માં અંદોલન

SHARE WITH LOVE
  • 383
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    383
    Shares

આજરોજ રાજસ્થાન ની પવિત્ર ભૂમિ માનગઢ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મહાસમેલનના બેનર હેઠળ ભીલપ્રદેશ મુક્તિમોર્ચા,ભીલીસ્થાન ટાઇગર સેના(BTS) અને જય આદિવાસી યુવા શક્તિ (jays) દ્વારા એક મંચ પર એક સાથે ભેગા મળી એક મહાસભાનું આયોજન કર્યું હતું.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યના આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાંસ્વેચ્છાએ,સ્વખર્ચે જોડાયા હતા

BTP ના રાજસ્થાન ના બંને ધારાસભ્ય રામપ્રસાદ ડીંડોર , રાજકુમાર રોત ગુજરાત ના BTP ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ સંતરામપુર ના BJP ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં BTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મા.મહેશભાઈ વસાવા સાહેબ, રાજભાઈ વસાવા, ધવલભાઈ ચૌધરી, રાજસ્થાનથી મા.ભવરલાલ પરમાર સાહેબ, કાંતિભાઈ રોતસાહેબ, MLA રામપ્રસાદ ડીંડોર સાહેબ, MLA રાજકુમાર રોત સાહેબ મધ્યપ્રદેશથી લોકેશભાઈ રાજુભાઇ વળવાઈ તેમજ અલગ અલગ નામી અનામી અન્ય આગેવાનોએ એક મંચ પર આવી આદિવાસી સમાજની તમામ સમસ્યાઓ તેમજ બંધારણીય હક્ક અધિકારો માટેની લડત એકસાથે ચલાવવા માટે સહમતી દર્શાવી હતી અને એક કેન્દ્રીય એકીકરણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું,

આજદિન સુધી આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો પોતપોતાની રીતે લડત ચલાવતા હતા પણ છુટા છવાયા હોવાના લીધે જોઈએ એવી સફળતા મળતી ન હતી માટે હવે બધા આદિવાસી સંગઠનો તેમજ આખો આદિવાસી સમાજ ભેગો મળી સમાજને મળેલ બંધારણીય હક્ક અધિકારોનું અમલીકરણ તેમજ આદિવાસી સમાજના દરેક પ્રશ્નોનું નિરાકરણ માટેની લડત મજબૂતાઈથી ચલાવશે

*જય આદિવાસી જય જોહાર


SHARE WITH LOVE
  • 383
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    383
    Shares

Leave a Reply

Your email address will not be published.