ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉ.ગુજરાતની મુલાકાતે, બહુચરાજીના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બહુચરાજી તાલુકાના શંખલપુરમાં પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ યોજાયો. જેમાં મહેસાણા, કચ્છ, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિત 7 જિલ્લાના 200 સરપંચ ઉપસ્થિત રહ્યા. સરપંચ સંવાદમાં સી.આર.પાટીલે મહિલા સરપંચના અધિકારોને લઇને તેમના પતિ પર નિશાન સાધ્યું. આ ઉપરાંત સંવાદમાં ગુજરાતના ગામોને આદર્શ ગામ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. સી.આર.પાટીલે સરપંચોને સરકારી યોજનાઓ વિશે માળખારૂપ માહિતી અને લાભ વિશે જાણકારી આપી. મહત્વનું છે કે, આ પહેલા પાટીલે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના ફાર્મ હાઉસ પર ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉ.ગુજરાતની મુલાકાતે, બહુચરાજીના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો

source


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares