ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી ભાજપમાં ફેલાઈ ચિંતા..!! જાણો કારણ

SHARE WITH LOVE
 • 82
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  82
  Shares

ગુજરાતમાં 2019 લોકસભાની ચૂંટણીનું મતદાન થઇ ગયું, ભાજપ – કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઇ ગયું.

આમ તો ગુજરાતમાં આ ચૂંટણી ઘણી નીરસ રહી છે, માહોલ વગરની રહી છે. વધુ કોઈ ચર્ચા નથી થઇ તો ખાસ કોઈ પ્રચાર પણ નથી થયો.

આ ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદી સુરક્ષાના મુદ્દે જ ભાષણો આપ્યા છે, જયારે કે આદ્વાસી ગ્રામીણ કક્ષાએ તો સ્થાનિક મુદ્દા જ મહત્વના છે. શહેરી વિસ્તારોમાં તો આમ પણ ભાજપને મત મળવાના જ હોય પરંતુ ગામડાના આદિવાસી અને ગરીબોના કોઈ મુદ્દા ભાજપે ઉઠાવ્યા નહીં.

ભાજપા ના સંકલ્પ પત્ર માં પણ આદિવાસી ને સ્થાન આપવામાં આવ્યું નોતું. ત્યારે ૨૦૧૯ ના લોકસભાની આ ચૂટણીમાં આદિવાસીએ ભાજપને સ્થાન આપ્યું નથી તેવી માહિતી બહાર આવી રહી છે.

સાથે સાથે ગુજરાત ની રૂપાણી સરકાર આદિવાસીના હક અને અધિકાર આપવા માટે ના કામિયાબ રહી છે.

૨૬ એ ૨૬ બેઠકો જીતવાના ઓવર કોન્ફિડન્સમાં રહેલી ભાજપની પ્રચાર કામગીરી આદિવાસી કક્ષાએ ઘણી નબળી રહી. છેલ્લી ઘડીએ અનેક સીટો પર ડેમેજ કંટ્રોલ કરવા માટે ઘણી દોડ ધામ કરાય જેમાં આદિવાસી મોટા નેતા ઓંને દોડતા કરવામાં આવ્યા હતા , તો છતાં  ભાજપ માટે પરિણામો અઘરા છે, તેવી વાતો ચાલી રહી છે.

આદિવાસી પટ્ટાની બેઠકો પર પણ આ વખતે કોંગ્રેસ મજબુત રહી છે, જ્યાં ભાજપ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આવ્યા નથી, બારડોલીમાં રાહુલ ગાંધીએ સભા કરી હતી અને તેમાં કોંગ્રેસ માહોલ ઉભો કરવામાં સફળ રહી હોય તેવું લાગી રહ્યું હતું.

ગુજરાતમાં ભાજપ ૨૬ એ ૨૬ બેઠક ગઈ ચૂંટણીમાં જીતી હતી અને આ વખતે પણ દાવા કરતી હતી પરંતુ માહોલ બનાવવામાં નિષ્ફળતા મળી હતી. જેમાં તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાની બેઠકની કામગીરીમાં પણ સમય ફાળવતા રહ્યા જેથી અન્ય બેઠકો પર ધ્યાન આપવાનો સમય વહેંચાઇ ગયો.

૨૦૧૭ ની ચૂંટણીમાં પણ ભાજપને આદિવાસી વિસ્તાર માં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને ૨૦૧૯ ની ચૂંટણીમાં પણ ભાજપે નુકસાન ભોગવવું પડે તેમ કહેવાઈ રહ્યું છે.

હાર જીત ઘણા ઓછા મતોના અંતરે થવાની છે પરંતુ વિરોધ પક્ષ જેટલી પણ બેઠકો મેળવે તે વકરો એટલો નફો જ કહેવાય અને ભાજપને નુકસાન જ છે ત્યારે સંભવિત નુકસાનની ભીતિએ ગુજરાત ભાજપમાં ચિંતા પેસી ગઈ છે કે આ પરિણામની જવાબદારી કોના માથે થોપીને રાજીનામું લઇ લેવામાં આવશે..??

ગુજરારત ની જેમ બીજા રાજ્યો માં પણ આદિવાસી વિસ્તારો ભાજપા ના હાથ માંથી સરકી સકે છે, આદિવાસી હવે જાગીગયા છે

જય આદિવાસી જય જોહર


SHARE WITH LOVE
 • 82
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  82
  Shares

Leave a Reply

Your email address will not be published.