રાતોરાત ભાજપનો દાવ અવળો પડ્યો! રાજ્યસભા ની 3 સીટ જીતવાનું સપનું જ રહેશે?!

SHARE WITH LOVE
 • 228
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  228
  Shares

ગુજરાતમાં રાજ્યસભા ની ચૂંટણીના કારણે રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. કોરોના મહામારી પહેલા ગુજરાતમાં રાજ્યસભા ની 4 બેઠકો ખાલી પડી રહી હતી જે બાબતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસમાં ગરમાંગરમી વધી ગઈ હતી. કોરોના મહામારી પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ કોરોના મહામારીના કારણે રાજ્યસભા ચૂંટણી પાછી ઠેલવી પડી હતી અને સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા, congress, rajya sabha, gujarat

પરંતુ જેવું લોકડાઉન ખુલ્યું અને સરકાર દ્વારા અનલોકની જાહેરાત કરવામાં આવી ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ માંથી વધુ 3 ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતાં કોંગ્રેસના રાજીનામાં આપેલા ધારાસભ્યોની સંખ્યા કુલ 8 જેટલી થઈ ગઈ હતી. અને રાજ્યસભા ની બે બેઠકના બદલે એક જ બેઠક જીતી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. પરંતુ હજુ પણ કોંગ્રેસ પાસે અંકગણિત મુજબ જીતવાના આંકડા છે તેવું પ્રદેશ નેતાઓ વારંવાર કહી રહ્યા છે. જો કે પહેલાં આંકડા નોહતા પણ હવે કોંગ્રેસ તરફી સમીકરણ બની રહયા છે.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા, congress, rajya sabha, gujarat

રાતોરાત ભાજપનો આખો દાવ ઊંધો પડી ગયો છે. કોંગ્રેસ માંથી 8 ધારાસભ્યોને રાજીનામાં એળે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. નરહરિ અમીનનું રાજ્યસભામાં જવાનું સપનું એક સપનું જ રહી જાશે. હાલ તો એવું જ લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા તેના તમામ ધારાસભ્યોને સેફ પ્લેસ પર ખસેડી લેવામાં આવ્યા છે. અને આગામી બે દિવસમાં દરેક ધારાસભ્યોને એક છત નીચે લાવી દેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. એનસીપી દ્વારા રાતોરાત વ્હીપ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે વ્હીપે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે અને નરહરિ અમીનના રાજ્યસભા જવાના સપના આડે ગ્રહણ લગાવી દીધું છે.

શરદ પવાર,રાજ્યસભા, congress, rajya sabha, gujarat

જણાવી દઈએ કે, આગામી 19મી જૂન ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યસભા ની ચાર બેઠકો માટે મતદાન યોજાવાનું છે જે અંતર્ગત એનસીપી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, એનસીપીના ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવાર માટે મતદાન કરશે. આ વ્હીપમાં જણાવ્યા પ્રમાણે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા ને કોંગ્રેસના ઉમેદવારો માટે વોટિંગ કરવું પડશે. જે જોતા હવે કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવાની આશા બંધાઈ ગઈ છે જ્યારે ભાજપ ખેમામાં એનસીપીના વ્હીપ જાહેર થતાં હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. હારેલી બાજી જીતવા તરફ કોંગ્રેસ કુચ કરી રહી છે.

રાજ્યસભા, congress, rajya sabha, gujarat

આગામી 19 જૂનના રોજ ગુજરાતમાં યોજાવા જઇ રહેલી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓના સંખ્યાબળ પર નજર કરીએ તો, 182 ધરાસભ્યોની બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલમાં 172 બેઠકો છે 10 બેઠક ખાલી પડી છે. તો ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી પાસે 2 ધારાસભ્ય, NCP પાસે 1 તેમજ 1 અપક્ષ ધારાસભ્ય છે. આજ પ્રમાણેના આંકડા રહે મતદાન સુંધી તો ભાજપ અને કોંગ્રેસ બંને બે-બે બેઠક જીતી શકે છે. કારણ કે એનસીપી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ને મત આપવાનો વ્હીપ જાહેર કર્યો છે ત્યારે બીટીપી પણ કોંગ્રેસને મત આપવાનો વ્હીપ જાહેર કરી શકે છે.

રાજ્યસભા, congress, rajya sabha, gujarat

તો ગણિત જોતા કોંગ્રેસનું સંખ્યાબળ બે બેઠક જીતી શકે તેટલું હાલમાં થઈ ગયું છે. જેમાં કોંગ્રેસના 65+ બીટીપી 2+ એનસીપી 1+ અપક્ષ 1 =69 નું સંખ્યાબળ છે તો ભાજપ પાસે 103 નું ભાજપ બે બેઠક આરામથી જીતી શકે છે જ્યારે ત્રીજી બેઠક જીતવા માટેના આંકડા પૂરતા નથી જ્યારે કોંગ્રેસ પાસે હાલતો નંબર છે એમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. પરંતુ સાચી રમત તો 19મી જૂનના રોજ વિધાનસભામાં જોવા મળશે. આંકડા વગર પણ જીતી શકાય એવા સમીકરણો ઉભા થઇ શકે છે. જીતવા માટે માત્ર સંખ્યાબળ જ કાફી નથી હોતું એ સિવાય પણ ઘણા પરિબળો કામ કરે છે.

source


SHARE WITH LOVE
 • 228
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  228
  Shares