BJP ની ગુજરાત સરકાર માં BTP / BTS થી ફફડાટ? નેતા અને કાર્ય કરો ની અટકાયત.!

SHARE WITH LOVE
 • 605
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  605
  Shares

ગુજરાત વિધાનસભાનું આજથી ત્રણ દિવસનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ઉપરાંત ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી (BTP) અને ભીલીસ્તાન ટાઇગર સેના (BTS) દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચાર વામાં આવી છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલો બંધ કરવા મુદ્દે BTP / BTS દ્વારા બિરસામુંડા ભવનથી ગુજરાત વિધાનસભા સુધી વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના કારણે BJP ની ગુજરાત સરકાર માં BTP / BTS થી ફફડાટ ઉભો થવા પામ્યો છે. અને ફફડાટ કેમ ઉભો ન થાય? જયારે દિવસે દિવસ આદિવાસી ના હિત માટે કાર્ય કરતી આ ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી દિવસો દિવસ હવે ગુજરાત સહીત રાજસ્થાન અને ઝારખંડ સુધી વધી રહી છે. ત્યારે ભાજપા માં તેની જોમ દેખાય રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના તેમજ કોન્ગ્રેસ્સ પાર્ટીના મોટા મોટા આગેવાન આજે ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી સાથે જોડાઈ ને કાર્ય કરવાની નીતિ રાખે છે તેવી લોક વાયકા ચાલી રહી છે.

જોવાજેવું છે કે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવા મામલે પરીક્ષા રદ્દ કરવાની માંગણી હાર્દિક પટેલ કે જીગ્નેશ મેવાણી ની અટકાયત કરવાની જરૂરિયાત લાગી નથી, પરંતુ અત્યારે આ ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી (BTP) અને ભીલીસ્તાન ટાઇગર સેના (BTS) ના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી રહી છે જે બતાવી રહ્યું છે કે ગુજરાત ની ભાજપા સરકાર માં BTP / BTS થી ફફડાટ જાગ્યો છે.

ભરૂચ, ઝગડિયા, નર્મદા, ડેડીયાપાડા આખે આખા આદિવાસી પટ્ટામાં ભાજપા પોતાની પકડ ગુમાવી રહી છે જે સ્પષ્ટ દેખાય રહ્યું છે. આદિવાસી મુદ્દા પર નવ યુવાનો ની વાત સરકાર ન સાભળતા, BJP નવ યુવાનો ભાજપા સાથે નો છેડો ફાળી BTP / BTS માં જોડાતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જે BTP / BTS ને વધુને વધુ મજબુત બનાવી રહ્યા છે.

આબધુ ભાજપ અને કોન્ગ્રેસ્સ ને આવનાર વિધાન સભામાં ભારે પડી સકે તેમ છે. અને આ વખતે BTP ની ગુજરાત માં ૨ થી વધુ સીટોપર જીતની સંમ્ભાવના ને સ્વીકારવી પડે તેમ છે.

જોહાર


SHARE WITH LOVE
 • 605
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  605
  Shares