સુરત શહેરની હદ વિસ્તરણ મામલે ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, શહેર-જિલ્લા આગેવાનો આમને-સામને

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરત શહેરની હદ વિસ્તરણ મામલે ભાજપમાં બે ભાગ 7 ગામ સુરત સિટીમાં સમાવવા અંગે ભાજપમાં શરૂ થયો વિખવાદ જિલ્લા ભાજપ આગેવાનો સિટીમાં સમાવવા કરી રહ્યા છે વિરોધ

સુરત શહેરની હદ વિસ્તરણ મામલે ભાજપમાં બે ભાગલા જોવા મળી રહ્યાં છે. જેમાં 7 ગામો સુરત સિટીમાં સમાવવા અંગે ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા ભાજપ આગેવાનો 7 ગામોને સિટીમાં સમાવવાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે સુરત ભાજપના ધારાસભ્યો સુરત સિટીમાં સમાવેશ કરવા માટે માગ કરી રહ્યા છે.

શહેરના  ધારાસભ્ય કુમાર કાનાણી, પ્રવિણ ઘોઘારી અને કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયા સહિતના ધારાસભ્યોએ 7 ગામોને સીટીમાં સમાવવાને લઇને સમર્થન આપ્યું છે.

આજે હદ વિસ્તરણ મામલે મનપાની સ્થાયી સમિતિમાં હદ વિસ્તરણ મામલે નિર્ણય લેવાશે ત્યારે આ વિવાદના પગલે આજે ફરી એક વખત નિર્ણય મુલતવી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આમ એકવાર ફરી સુરત ખાતે શહેરની વિસ્તરણ મામલે ભાજપનો વિખવાદ સામે આવ્યો છે. શહેર જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા 5 ધારાસભ્યો દ્વારા સાત ગામોને સીટીમાં સમાવવાને લઇને કરવામાં આવી રહેલા સમર્થનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આજની મનપાની સ્થાયી સમિતિમાં આ નિર્ણયને મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •