દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ધમાકો ભાવનગરના ગામ સુધી સંભળાયો, 3ના મોતની આશંકા, 30 કર્મી ઘાયલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જીપીસીબી સહીત ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ની ઘોર બેદરકારી બહાર આવી?

 • 5 ની મોત 35 ગંભીર
 • શું પર્યાવારના ની મંજુરી મેળવી હતી?
 • આટલું સ્ફોટક માત્રામાં કેમિકલ કેમ રખાયું ?
 • ભરુચના દહેજની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના 
 • 40 જેટલા કર્મચારીએ ઘાયલ થયા 
 • ભાવનગરના કુડા ગામ સુધી સંભળાયો અવાજ 

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારના રોજ બપોરના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકો થતાં દોડધામ મચી ગઇ હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારો દાઝેલી હાલતમાં જીવ બચાવવા બહાર દોડી આવ્યાં હતાં જયારે કેટલાક કામદારો આગમાં ફસાયા હોવાનું જાણવા મળી રહયું છે. અત્યાર સુધી 5 કામદારોના મોતની વિગતો બહાર આવી છે પણ મૃ્ત્યુઆંક વધે તેવી પુરેપુરી સંભાવના છે

યશસ્વી કેમિકલ કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન બે કેમિકલ વચ્ચે રીએકશન થવાથી પ્રચંડ ધમાકો થયો હતો. ધમાકાના કારણે પ્લાન્ટના ફુરચે ફુરચા ઉડી ગયાં હતાં. પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. કેટલાક કામદારો દાઝેલી હાલતમાં બહાર દોડી આવ્યાં હતાં જયારે કેટલાય આગમાં ફસાય ગયાં હતાં. અત્યાર સુધી ત્રણ લોકોના મોતની ખબર આવી રહી છે પણ મૃત્યુઆંકમાં વધારો થશે તે નકકી છે. કંપનીમાં થયેલો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસ આવેલાં લખીગામ, લુવારા સહિતના ગામોમાં મકાનોમાં તિરાડો પડી ગઇ હતી તેમજ કેટલાય વાહનોના કાચ પણ તુટી ગયાં હતાં.

યશસ્વી રસાયણ કંપનીમાં લાગેલી આગના કારણે સમગ્ર દહેજ જીઆઇડીસીમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જીઆઇડીસીમાં આખો દિવસ ફાયરની ગાડીઓની સાયરનની ગુંજો સંભળાતી રહી હતી. દાઝી ગયેલાં કર્મચારીઓને સારવાર માટે ભરૂચ ખસેડાયાં હતાં. અત્યાર સુધીમાં 12થી વધારે કામદારોને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળી રહયું છે. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. આગ બુઝાય ગયા બાદ પ્લાન્ટમાં જવાશે ત્યારે કેટલા કામદારોના મોત થયાં છે તેની વિગતો બહાર આવી શકશે. આગની ઘટનાની જાણ થતાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં.

જો કે, આ બનાવ અંગેની જાણ નજીકના ફાયર બ્રિગેડને થતાં 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. નોંધનીય છે કે, આ ધડાકો એટલો ભયંકર હતો કે, આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

ભાવનગરના કુડા ગામ સુધી સંભળાયો અવાજ 

ભરુચના દહેજમાં થયેલ બ્લાસ્ટના પડધા ભાવનગર સુધી પડ્યા છે. બ્લાસ્ટનો ધડાકોએ એટલો જબરદસ્ત હતો કે ભાવનગરના કુડા ગાામ સુધી તેનો અવાજ સંભળાયો હતો. મધદરિયે આગ લાગી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં. કુડાથી સામે દરિયામાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તો દૂર-દૂર સુધી કંપનીમાંથી ઉઠતા ધુમાડા દેખાઇ રહ્યાં છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •