સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બંને પગમાં બનશે 2.1 મીટર ઊંચા અને 1.8 મીટર પહોળા દરવાજા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના કેવડીયા ખાતે બનાવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ કરતા વધુ સમય થયો છે. અત્યાર સુધીમાં લાખો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુક્યા છે, જેનાથી કરોડો રૂપિયાની આવક થઇ છે. દેશમાં આવેલા પાંચ સૌથી પ્રચલિત ફરવાલાયક સ્થળો જેવા કે, તાજ મહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો સહિતના સ્થળો કરતા સૌથી વધારે આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ કરી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત હજુ પણ વધારે લોકો લે તે માટે તંત્ર દ્વારા કેવડિયાની આસપાસ પર્યટક સ્થળો વિકસાવવામાં આવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ જેટલો સમય થઇ ગયો હોવાના કારણે હવે તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પ્રતિમાના બહારના ભાગમાં સફાઈ કરવા માટે બે મોટી ક્રેન લગાવવામાં આવી છે અને સફાઈ કરવું મુશ્કેલ હોવાના કારણે બકેટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સફાઈ કરવા માટે સ્ટેચ્યૂની અગલ અગલ 11 જગ્યાઓ પરથી પ્લેટો ખોલવામાં આવશે.

સફાઈની સાથે-સાથે લોકોની સુરક્ષાની દૃષ્ટિએ ઈમરજન્સી એક્ઝિટ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઈમરજન્સી એક્ઝિટ બનાવવા માટે બંને પગમાં બ્રોન્ઝના પેડને કાપવામાં આવશે અને તેની જગ્યા પર બે દરવાજાઓ બનાવવામાં આવશે. જેમાં એક ગેટની મદદથી લિફ્ટમાં જઈ શકાશે અને બીજા ગેટની મદદથી પગથીયા તરફ જઈ શકાશે. આ દરવાજાની ઉંચાઈ 2.1 મીટર અને પહોળાઈ 1.8 મીટર હશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.