એક્સિટ પોલના પરિણામ આવતાની સાથે શેરબજારમાં ઉછાળો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા હતા. જેની અસર સોમવારે શેર બજાર પર પણ જોવા મળી છે. સાથે સાથે રૂપિયો પણ મજબૂત બન્યો છે. તથા શેરબજારની તેજી પણ  જોવાઈ રહી છે.

દરેક મીડિયામાં હવે એક્સિટ પોલના પરિણામ આવતાની સાથે સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર ઉછાળાની સાથે ખુલ્યું હતું. સેન્સેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 200પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. તેમજ રૂપિયો પણ મજબૂત બન્યો છે. 73 પૈસાની મજબૂતી સાથે રૂપિયો 69.49 પર ખુલ્યો છે. સેન્સેક્સ 888.91 પોઈન્ટની તેજી સાથે38,819.68 પોઈન્ટ પર અને નિફ્ટી 284.15 પોઈન્ટની તેજી સાથે 11,691.30 પોઈન્ટ પર પહોંચી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.