છોટાઉદયપુર બેઠક કોંગ્રેસના હાથમાં સરકી જતી દેખાતા વિજય રૂપાણી અને જીતુ વાઘાણી દોડ્યા

SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares

છોટાઉદેપુર લોકસભા બેઠકમાં વિધાન સભાની હાલોલ છોટાઉદેપુર જેતપુર સંખેડા ડભોઇ પાદરા અને નાદોદ જેવી સીટો નો સમાવેશ થાય છે.

છોટાઉદેપુર ની લોકસભા વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી લોકો રહે છે અને આદિવાસી બહુમત ધરાવે છે. આ લોકસભા સીટ પણ આરક્ષિત છે.

છોટાઉદેપુર લોકસભા ના ગીતાબેન રાઠવા ને રામસિંહ રાઠવા નું પત્તું કાપી અને ઉમેદવારી કરાવવામાં આવેલ છે જ્યારે કોંગ્રેસમાંથી રણજીત રાઠવા ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.

ગુજરાત સરકારમાં આદિવાસીઓને અત્યાર સુધી શોષણ અને અવગણના કરવામાં આવી રહી છે અહીંયા આવેલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આદિવાસીઓના ઘણા મોટા પ્રશ્નો જે જમીન સંપાદન ને લગતા છે તેના કોઈ ચુકાદો અત્યાર સુધી આવ્યો નથી, વર્ષોથી બીજા ઘણા પ્રશ્ર્નો હજી ઉભાજ છે.

આ વિસ્તારમાં આદિવાસી રાઠવા અને કોળી રાઠવા અને બીજા કે આદિવાસી ના ખોટા પ્રમાણપત્રો જેવા ઘણા પ્રશ્નો જે આદિવાસી સમાજના લગતા છે તે વણઉકેલ્યા રહ્યા છે

હાલની ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી નથી.

ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલની ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક લોકોનું સાંભળવામાં આવ્યું નથી.

આવા બધા ઘણા કારણોને લઇને આદિવાસી સમાજ તથા સ્થાનિક લોકો ગુજરાત સરકારની નાકામિયાબીથી નારાજ છે અને આ વખતે લોકસભા ઇલેક્શન માં લોકો દ્વારા જવાબ આપવામાં આવીજસે, ભાજપ નું પત્તુ કપાય તેવી વાતો ચર્ચાય રહી છે.

આજ સમય ગાળામાં શ્રી વિજય રૂપાણી અને જીતુ વઘાણી ની છોટાઉદેપુર માં હાજરી આ બધી વાતો માં તથ્ય હોય તેવું સાબિત કરી રહી છે.


SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares

Leave a Reply

Your email address will not be published.