છોટાઉદેપુર ચૂંટણી લોકસભા માટે કોંગ્રેસ માંથી રણજીત રાઠવા ની ઉમેદવારી.

SHARE WITH LOVE
 • 38
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  38
  Shares

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર પ્રથમ ઉમેદવારી પત્ર ભરાયું છે. રણજીતસિંહ રાઠવાએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ છોટાઉદેપુર થી કોગ્રેસ ના ધારાસભ્ય મોહન રાઠવાના પુત્ર છે.

રણજીત રાઠવાની પસંદગી તેમની કામગીરી ને લઈને કોગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે. તેવો વડોદર જીલ્લા પંચાયત ના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ હાલ છોટાઉદેપુર ની કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપીરહયા હતા.

પાવીજેતપુર થી નામાંકન માટે છોટાઉદેપુર આવતા રણજીતસિંહનું ઠેર ઠેર કાર્યકરોએ સ્વાગત કર્યું અને ફૂલ હાર માળા પહેરાવી જશ્ન મનાવ્યો.

રણજીતસિંહ ની ઉમેદવારી પત્ર માટે હજારો ની સંખ્યામાં કોંગી કાર્યકરો નારાયણ સ્કૂલ ની સામે જમા થયા હતા. રણજિતસિંહ છોટાઉદેપુર નગરમાં પ્રવેશી સીધા મંદિરોમાં દર્શન માટે ગયા અને ચૂંટણી જંગમાં જીતવાની પ્રાર્થના કરી.

ત્યારબાદ નગરમાં મોજુદ મહાત્મા ગાંધી, બિરસામુંડા, સરદાર પટેલ, મહારાજા સહિત તમામ મહાપુરુષો ની પ્રતિમા ઉપર હાર ચઢાવી નમન કર્યું હતું. ત્યારબાદ રણજીતસિંહ કાર્યકરોને મળવા પહોંચ્યા હતા. કાર્યકરોને મળ્યા બાદ રણજીતસિંહ, નારણભાઈ રાઠવા, મોહનસિંહ રાઠવા, સુખરામભાઈ રાઠવા સહિત કોંગી નેતાઓ જિલ્લા સેવા સદન પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.


SHARE WITH LOVE
 • 38
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  38
  Shares

Leave a Reply

Your email address will not be published.