છોટાઉદેપુર: તો રાઠવા આદિવાસી નું, ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર

SHARE WITH LOVE
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares

ગુજરાતનાં પૂર્વ પટ્ટીમાં આવેલા આદિવાસી બેલ્ટમાં છોટાઉદેપુર ખુબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સંપૂર્ણ રીતે આદિવાસી ગણી શકાય. તેમાં પણ રાઠવા જાતિનાં મતદારોનું પ્રભુત્ત્વ એટલું છે કે વિજેતા ઉમેદવાર રાઠવા જાતિમાંથી આવે તે નક્કી છે. આ વખતે બંને રાજકીય પાર્ટીએ રાઠવા જાતિનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેથી જંગ બરાબરી જશે, તેમ લાગે છે.

સીમાંકનની સમસ્યાઃ
છોટાઉદેપુર બેઠક નવા સીમાંકન બાદ બદલાઈ ગઈ છે. તેમાં કેટલાંક નવા વિસ્તારો ઉમેરાયા છે. જેમાં હાલોલ અને પાદરા વિધાનસભા ઉમેરાઈ છે. જે બંને પર ભાજપનું પ્રભુત્ત્વ છે. તેથી નવા સીમાંકન ભાજપ માટે આશાનું કિરણ કહી શકાય. જો આ બંને બેઠક પર ભાજપ પોતાનું પ્રભુત્ત્વ જાળવી રાખીને સરસાઈ મેળવશે, તો છોટાઉદેપુર બેઠક પર કટોકટીનો જંગ ખેલાઈ શકે છે. આ બેઠકમાં પાવી જેતુપર, પાદરા, હાલોલ, ડભોઈ, સંખેડા, છોટા ઉદેપુર, મતવાળીનો સમાવેશ થાય છે. જેમાં હાલોલ, પાદરાને છોડીને બાકી કોંગ્રેસનાં હાથમાં છે.

પક્ષ કરતાં વ્યક્તિ મહાનઃ
આદિવાસી વસ્તીમાં પક્ષ કરતાં વ્યક્તિ મહાન છે. કારણ કે તેઓ નામને વધુ મહત્ત્વનું ગણે છે. તો નારણ રાઠવાએ કરેલાં વિકાસનાં કાર્યો અને તેમનો સતત જનતા વચ્ચેનો સંપર્ક તેમનું જમા પાસુ છે. તેથી લોકો નારણ રાઠવાને નામથી ઓળખે છે. આઈબીનો રીપોર્ટ પણ નારણ રાઠવાની જીત થશે, તેમ જણાવે છે. તો બીજી બાજુ ભાજપ તરફથી ઉભા રહેલા રામસિંગભાઈ રાઠવા પણ નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભાજપે કરેલાં કાર્યો માટે વોટ માંગી રહ્યાં છે. મોદીએ આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવા જાહેર કરેલી યોજનાઓ, વિજળીની સુવિદ્યા, પાણી અને રસ્તા જેવી વિકાસનાં કાર્યોને જનતા આગળ કહી રહ્યાં છે. પણ જનતામાં તેમની ઓળખ નારણ રાઠવા સામે આવી શકે તેમ નથી.

મતવિસ્તારની માહિતીઃ
છોટાઉદેપુર બેઠક અવિકસિત વિસ્તાર છે. ત્યાંના મતદારોની આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે. પણ આદિવાસી લોકોમાં આજે પણ શિક્ષણનો અભાવ છે. તેથી પક્ષ કરતાં વ્યક્તિ વિશેષને વોટ આપવાનું વલણ ચાલ્યુ આવે છે. આમ જોઈએ તો બીજા આદિવાસી વિસ્તારોની જેમ કોંગ્રેસનો અહીં પણ દબદબો રહ્યો છે. ફક્ત જનતાદળ તરફી જુવાળ વખતે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. બાકી કોંગ્રેસ હોટફેવરીટ છે. હાલ તેમાં 14 લાખ મતદારો છે. જે પૈકી 44 ટકા આદિવાસી , 13 ટકા મુસ્લિમ અને ઓબીસી 14 ટકા જેટલાં છે. જે વિજેતા નક્કી કરશે.

સામસામે તૈયારીઃ
નારણ રાઠવાની પાંચમી ટર્મ છે. તે છઠ્ઠી વખત ચુંટણી લડી રહ્યાં છે. તો રામસિંગભાઈ બીજી વખત લોકસભાની ચુંટણી લડી રહ્યાં છે. જો કે તેઓ એકપણ ચુંટણી જીતી શક્યા નથી. નારણ રાઠવા પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓની વિશાળ ફોજ અને જનતામાં તેમની છબી મદદરૂપ બનશે. ગામગામે તેમના કાર્યકર્તાઓ નારણભાઈએ કરેલાં કામોને લઈને જનતા વચ્ચે જઈ રહ્યાં છે. તો રામસિંગભાઈની પાસે પણ ભાજપ અને આરએસએસનાં કાર્યકર્તાઓ છે. પણ વ્યક્તિગત સ્વભાવ અને જનતા સાથેનો સંબંધ તેમને નડી શકે છે. જો કે ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે આ વિસ્તારમાં સારો દેખાવ કર્યો હતો. તેથી પક્ષે તેમને ફરીથી ટીકિટ આપી છે. તેથી રામસિંગભાઈ માટે સારૂં પ્રદર્શન જાળવી રાખવું એક પડકાર રહેશે.
પરિણામ પર સૌની નજરઃ
રાજકીય વિશ્લેષકોનાં જણાવ્યા મુજબ આ વખતે છોટાઉદેપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર રહેશે. જો મતદાન વધુ થયું તો પરિણામ ભાજપનાં પક્ષમાં થઈ શકે છે. તો ઓછું મતદાન કોંગ્રેસનાં ચહેરા પર આનંદ લાવી શકે છે. તેથી આમિરખાનની જાહેરાત જો આદિવાસી બેલ્ટમાં અસર કરી જાય, તેવી ભાજપવાળા આશા રાખી રહ્યાં છે.


SHARE WITH LOVE
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares

Leave a Reply

Your email address will not be published.