કોંગ્રેસ માટે હવે છોટુ વસાવા બન્યા મુસીબત, જો ગઠબંધન નહીં થાય તો…

SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

કોંગ્રસની ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતુ. જોકે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવાએ કહ્યું છે કે, અમે લોકસભા ચૂંટણી લડવા તૈયાર છીએ .ગઠબંધન થઈ જાય તો સારી વાત છે.પણ જો ગઠબંધન નહી થાય તો તેમની પાર્ટી તમામ બેઠક પર ચૂંટણી લડશે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બેઠક પર ચૂંટણી લડી શકે છે.

છોટુ વસાવા ગુજરાતના સમુદાયના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ડગમગાતી નૈયાને પાર લાવવાનું કામ જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કર્યું હતું. એ કારણે જ કોંગ્રેસે વસાવા સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કર્યું હતું.

છોટૂભાઈ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી નામનું રાજનૈતિક દળ બનાવ્યું છે જેનું ચૂંટણી ચિન્હ ઓટોરીક્ષા છે. ગુજરાતમાં લગભગ 12 ટકા મતદાતાઓ છે. ત્યાર છોટૂ વસાવાને જો મનાવવામાં ન આવે તો મતનું વિભાજન થશે. જે કોંગ્રેસ કોઈ કાળે નહીં ઈચ્છે કારણ કે ભાજપને હરાવવા માટે છોટૂભાઈ વસાવાની જરૂર પડે તેમ છે.

વસાવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ખૂબ પોપ્યુલર છે. ત્યાંની સીટોમાં પણ વસાવાનો પ્રભાવ છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, ડાંગ જેવા જિલ્લાઓમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પક્કડ મજબૂત છે. તેની પાછળનું કારણ પણ છોટૂ વસાવા જ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ આદિવાસી મતો નહોતા મેળવી શક્યા.


SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

Leave a Reply

Your email address will not be published.