ભરૂચ લોકસભા બેઠક પરથી છોટુભાઇ વસાવાએ BTP માંથી ઉમેદવારી નોંધાવી

SHARE WITH LOVE
 • 667
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  667
  Shares

ભરૂચ નર્મદા જિલ્લામાં ઝઘડીયાના ધારાસભ્ય અને બીટીપીના છોટુભાઇ વસાવાની પકડ સારી હોવાના કારણે બંન્નેવ જિલ્લા પંચાયતો પણ તેમના સહકાર બદલ શક્ય નથી. વળી કોંગ્રેસના અહેમદ પટેલ સાથે પણ છોટુભાઇના ઘનિષ્ટ સબંધો છે.રાજ્ય સભામાં પણ છોટુભાઇ વસાવાનો અહેમદ પટેલને અપાયેલ વોટ નિર્ણાયક રહ્યો હતો. રવિવારે સવારે છોટુભાઇ વસાવા તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભરૂચ આવી ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ વિશાળ કાફલા સાથે કલેકટરાલય પહોંચી  જિલ્લા કલેકટરને પોતાનું ઉમેદવારી ફોર્મ આપી બી.ટી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી.

છોટુભાઇ વસાવાએ જણાવ્યું કે, અમે લોકોના જે કાર્યો અત્યાર સુધી નથી થયા તે કરવાના છે. તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત મુદ્દે ટુંકમાં જ પ્રત્યુત્તર આપી કહ્યું કે એ કોંગ્રેસ ને જ પુછજો. તો સાથે મનસુખભાઇ વસાવાને લીડ આપવા અંગે તેમણે કહ્યું કે મનસુખભાઇ એ વિચાર્યું નહીં હોય તેવી લીડ થી અમે જીતીશું નો દાવો કર્યો હતો.

ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે છોટુભાઇ વસાવાની ઉમેદવારી થી બીજેપી મનસુખ વસાવા  માટે રસ્તો સાફ થયો છે. જયારે કોંગ્રેસ માટે ચઢાણ કપરા રહેશે.


SHARE WITH LOVE
 • 667
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  667
  Shares

Leave a Reply

Your email address will not be published.