છોટા ઉદેપુર: આ વિસ્તારોમાં રાજકીય પક્ષો થી જવાતું નથી.! જાણો શું થયું..

SHARE WITH LOVE
 • 185
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  185
  Shares

છોટા ઉદેપુર, કવાંટ, ગારૂડેશ્વર , કેવડીયા આજુબાજુ ના ૭૨ ગામ માં રાજકીય પક્ષો થી જવાતું નથી આદિવાસી લોકો ની ચળવળ / વિરોધ ઉગ્ર બન્યો છે. પક્ષ ના પોસ્ટર અને બેનર પણ લગાવી સકાતા નથી અને પ્રચાર માટે નીકળવું  મુસ્કેલ થયું છે.

ભાજપા છોટા ઉદેપુર ની આ સીટ ગુમાવી રહી છે. જે  સ્પષ્ટ દેખાય રહ્યું છે. ભાજપા સરકાર થી સ્થાનિક લોકોના પ્રશ્નો વર્ષો થી કોય નિકાલ ન આવતા લોકો રોસે ભરાયા છે.

રાઠવા અને કોળી રાઠવા નો પ્રશ્ન:

રાઠવા ના નામ ની પાછળ કોળી શબ્દ લગાવી આદિવાસી ને બિન આદિવાસી બનાવવાનું શળયંત્ર જે ચાલી રહ્યું છે તેના થી આદિવાસી સમાજ નારાજ છે.

રામસિંગ રાઠવા અને ગુજરાત રૂપાણી ની  ભાજપા સરકાર દ્વારા અત્યાર સુધી આ પ્રશ્ન નું નિરાકરણ લવાયુ નથી. ખાલી અત્યાર સુધી બફાટોજ મારવા માં આવી છે. હજી સમસ્યા નું  કોય નિરાકરણ આવ્યું નથી.

નસવાડી અને કવાટ વિસ્તાર માં પાણી ની ગંભીર સમસ્યા:

અહી યાના ૩૦ થી ૩૫ કિલોમીટર વિસ્તાર માં લોકોને પીવાના પાણી ના ફાફા છે. અહીયાના વિસ્તાર ના પાણી સુકાય ગયા છે. જયારે  કચ્છ અને સૌરાષ્ટ્ર માં અહિયાં થી પાણી પોચાડવામાં આવી રહ્યું છે.

છોટા ઉદેપુર અને કવાંટ ની મહિલા ઓએ કલેકટર ઓંફીસ માં જય ને માટલા ફોડવામાં આવ્યા છે, અને જણાવવા માં આવ્યું છે કે જો પાણી નહિ તો વોટ નહિ.

ખનીજ માફિયા ઓં દ્વારા અને ગુજરાત સરકાર  ની બેદરકારી ના લીધે ઉદભવેલા પ્રશ્નો :

ગુજરાત ની ભાજપા સરકાર દ્વારા પોતા ના ફાયદા માટે રેતીના અઢળક પટ્ટા હરાજી કરી આપી દેવાયા છે. આ ખનીજ માફિયા નિર્દેશ કરતા વધુને વધુ પ્રમાણ માં ખનીજ કાઢે છે, અને સરકાર આંખ આગળ કાન આડા કરે છે. આ મબલક ખનીજ કાઢવાથી પડતા ખાડા ને લીધે પાણીનું સ્તર ઘણું ઉડું જતું રહ્યું છે.

બોર માં પણ પાણી મળતા નથી, પાણીના ટેન્કરોની કોય સુવિધા નથી.

પાણી થી સમ્રુધ આ વિસ્તાર આજે કચ્છના રણ જેવો બનાવી દેવામાં આવ્યો છે. જેમ કચ્છમાં લોકો પાણી માટે વલખા મારતા હતા એજ રીતે અહીના આદિવાસી મહિલા  / બાળકો /પુરુસો ૨-૩ કિલોમીટર સુધી પાણી લેવા માટે જાય છે, અને સરકાર કોય ધ્યાન આપવા તૈયાર નથી.

આરોગ્ય ની સુવિધા નથી :

            આવિસ્તાર માં કોય આઈસીયુ  વાડી  હોસ્પિટલ નથી જેથી સ્થાનિક આદિવાસી ને મોટા સહેરો તરફ સારવાર માટે જવું પડે છે.

મોબાઈલ કનેકટીવીટી:

           આ વિસ્તાર માં હજી પણ મોબાઈલ કનેકટીવીટી નથી. પુરતા પ્રમાણ માં મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા નથી.અહીના આદિવાસી લોકો ને જાણી જોય ને આ બધી સુવિધા થી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

શિક્ષણ :

બાળકો ચોમાસા દરમિયાન હજીપણ તરીને શાળા એ જાય છે.

આ વિસ્તાર માં શિક્ષણ નું સ્તર ખુબજ નીચું છે. આદિવાસી બાળકો માટે શિક્ષણ ની સુવિધા ઉભી કરવામાં આવી નથી સાથે સાથે શાળા ઓમાં અપૂરતા શિક્ષકો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી:

સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના સમયે, ગુજરાત ભાજપ સરકારે સ્થાનિક આદિજાતિ સમુદાયના લોકો સાથે ઘણા વચનો કર્યા હતા, જે પૂરા થયા નથી. આદિવાસી સમુદાયના લોકો આ વિશે ગુસ્સે છે. આવી સ્થિતિમાં, છોટા ઉદયપુર લોકસભા બેઠક ભાજપ માટે એક મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે.

ડેવેલોપ મેન્ટ ના નામ પર ગુજરાત ની ભાજપા સરકાર જે આદિવાસી નું સોસણ કરી રહી છે તે આદિવાસી સમાજ સ્વીકારવા કે ચલાવા ના મૂળ માં નથી.

છોટા ઉદેપુર: આદિવાસી નું વલણ ગુજરાત સરકાર વિરુદ્દ કેમ છે ? એના મુખ્ય કારણો આ પ્રમાણે છે…

આદિવાસી લોકોને આ વિસ્તાર માં પડતી મુસ્કેલીયો:

સ્ટેચ્યુ ઓફ યુનિટી

રાઠવા અને કોળી ના પ્રશ્નો

પાણીની સમસ્યા

ભણતર ની સમસ્યા

સ્વાસ્થ્ય ને લગતા પ્રશ્નો

મોબાઈલ કનેકટીવીટી

જય આદિવાસી જય જોહર


SHARE WITH LOVE
 • 185
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  185
  Shares

Leave a Reply

Your email address will not be published.