છોટુભાઈ વસાવા એ રૂપાણી સરકાર ને જાતિના પ્રમાણ પત્ર બાબતે આંદોલન ની ચીમકી આપી.


my adivasi – Myadivasi.com

Like Us:

ગુજરાત ની વિજય રૂપાણી સરકાર ને ઝગડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ જે ખોટા આદિવાસી પ્રમાણ પત્ર પકડાયા છે, અને આ પ્રમાણ પત્ર ના આધારે ભરતીમાં જે લોકોએ  નોકરી મેળવી છે તેમના પર જલ્દીથી જલ્દી સજા કરવા ની માંગ કરી છે, તેમજ અત્યાર સુધી કેટલાને સજા કરવામાં આવી છે એમ પણ પુછેલ છે?

છોટુભાઈ વસાવા એ જે ગુજરાત સરકારના જે અધિકારીયો એ આ પ્રમાણ પત્રો આપેલ છે તેમને પણ યોગ્ય સજા કરવાની માંગ કરેલ છે.

છોટુભાઈ વસાવા એ વધુમાં જણાવ્યું છે કે આવનાર સમય માં જો જરૂર પડી તો આદિવાસી સમાજ દ્વારા વિશાળ આંદોલન કરવાની પણ તૈયારી બતાવી છે. આદિવાસી સમાજ સંત છે તેનો ખોટો અર્થ ન કાઢવા પણ જણાવેલ છે.

તેમને ફેસબુક પર પોસ્ટ કરી

रूपानी सरकार जो लोग फर्जी आदिजाति प्रमाणपत्र लेकर पकड़े गए है सरकारी भर्तियों में उन्हें कड़ी से कड़ी सजा दे अबतक कितनो को सजा दी वह भी बताए
और जिन अफसरो ने यह जाती प्रमाणपत्र बाटे है उनहे कड़ी से कड़ी सजा मिलनी चाहिए
आनेवाले वक़्त में आदिवासी समुदाय को आंदोलन करना पड़ा तो वह भी करके रहेंगे
आदिवासी ओकी खामोशी को यह मत समजो की ये कुछ नही करेंगे.

You May also Like:

इन मामलों पर कई लोगोने आवाज उठाई है इन सभीकी जित हुयी है । यह एक सुरुवात है …

श्री मनसुखभाई धनजीभाई वसावा (भरूच) : अध्यक्ष महोदया, आपने मुझे आदिवासियों से संबंधित बहुत ही महत्वपूर्ण प्रश्न पर जीरो ऑवर में बोलने के लिए अनुमति दी, इसके लिए मैं आपको धन्यवाद करता हूँ।

महोदया, मैं आपके माध्यम से सरकार को बताना चाहता हूँ कि देश के कई राज्यों में गलत तरीके से नॉन‑ट्राइबल लोगों को अनुसूचित जनजाति का प्रमाण पत्र दिया जाता है। उन प्रमाण पत्रों के आधार पर कई नॉन‑ट्राइबल लोगों को एसटी कोटा में मेडिकल, इंजीनियरिंग एवं उच्चतम अभ्यास क्रमों में एडमिशन मिल जाता है। ऐसे लोगों को सरकारी नौकरी भी सरलता से मिल जाती है। इससे आदिवासियों का अधिकार समाप्त हो रहा है और वे अपने अधिकारों से वंचित हो रहे हैं। गुजरात के सौराऐट्र में भी रबारी, भरवाड़ एवं सिद्धी मुसलमान को हजारों की संख्या में प्रमाण पत्र मिल रहे हैं और उन प्रमाण पत्रों के आधार पर एसटी कोटा में हजारों लोगों को नौकरी मिल रही है।

महोदया, मैं आपके माध्यम से सरकार को बताना चाहता हूँ कि जिन लोगों को ट्राइबल कोटे में प्रमाण पत्र मिले हैं, उनके आधार पर जिनको नौकरी मिली है, गलत तरीके से बोग़स प्रमाण पत्र मिले हैं, उन्हें रद्द किया जाए और जिनको नौकरी मिली है, उनको ओपन कैटेगरी में लिया जाए। मैं आपके माध्यम से सरकार से इतना ही अनुरोध करना चाहता हूँ। धन्यवाद।

આદિવાસી સમાજની મુખ્ય રજૂઆત એ હતી કે ગુજરાત સરકાર દ્વારા તા. ૨૬/૬/૨૦૦૭, અને તા. ૧૮/૧/૨૦૧૭ ના ગેરકાયદેસર ઠરાવો કરીને કેટલાક નાલાયક (જે લાયક ન હતા તેવા) લોકોને મેળા ભરી ભરીને ખોટી રીતે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા. તા.૨૧/૧/૨૦૧૦ ના ઠરાવથી સરકાર દ્વારા વિગતદર્શક કાર્ડ અને મસવાડી પહોંચોને આધાર તરીકે સ્વીકારી દાખલા આપવાનું ઠરાવેલ છે. આ વિગતદર્શક કાર્ડ એ ગેરકાયદેસર રીતે બદ ઈરાદાપૂર્વક ઉપજાવી કાઢેલું (Fabricated With Malafied Intention) ડોક્યુમેન્ટછે. જે કોઈ જ કાયદાકીય અને બંધારણીય વેલીડીટી ધરાવતું નથી તેમજ ગુજરાત સરકારે તેની ચકાસણી પણ કરેલી નથી. તેજ રીતે મસવાડી પહોંચ પણ બોગસ ડૉક્યુમેન્ટ છે અને જંગલ ખાતા દ્વારા તેની સત્યતાની ખાતરી પણ કરી આપવામાં આવતી નથી. મસવાડી પહોંચ નેસ વિસ્તારમાં તા.29-10- 1956 પહેલાનો કાયમી વસવાટ ની બાબત પ્રસ્થાપિત કરવાની બંધારણીય કાયદાકીય વેલીડીટી ધરાવતું નથી. પરિણામે સંખ્યાબંધ લોકો ને ખોટી રીતે લાખોની સંખ્યામાં અનુસૂચિત જનજાતિના દાખલા આપી દેવામાં આવ્યા છે. આ પ્રવૃતિને સરકારે મેળાઓનું આયોજન કરી કરીને મોટા પાયે વેગ અને ઉત્તેજન આપેલ છે. અને મૂળ સાચા આદિવાસીઓના બંધારણીય હક્કોનું નું મોટા પાયે ભેલાણ કરવામાં આવ્યું છે.