કાપડના તાર તૂૂટ્યાં… વ્યવસાય થયો 50%

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

12 હજાર કરોડનો વેપાર 6 હજાર કરોડનો થયો
વિવિંગના કારખાના
હજુ પણ બંધ
350 યુનિટમાં હુું તું
અને રતનિયા જેવો ઘાટ
રાજકોટ તા. 18
સિલ્ક સીટી સુરતમાં હાલ કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. બે વર્ષ પહેલા જીએસટી લાદવામાં આવ્યો ત્યારથી કાપડ ઉદ્યોગની કમર તૂટી ગઇ છે એવો વેપારીઓનો મત છે. જીએસટી બાદ કાપડ ઉદ્યોગનો વ્યવસાય 50 ટકા ઘટી ગયો છે. નોંધનીય છે કે, એક સમયમાં ધમધમતા કાપડ ઉદ્યોગના વિસ્તારમાં આજે કાગડા ઉડી
રહ્યા છે. ગ્રાહકોની ઉણપ વેપારીઓને નિરુત્સાહ કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં સુરતનો કાપડ ઉદ્યોગ 12 હજાર કરોડથી ઘટીને 6 હજાર કરોડ થઈ ગયો છે. સુરત શહેરમાં પહેલા 450 જેટલા ડાઇંગ યુનિટો હતા જે બંધ થઈને હવે માત્ર 350 જેટલા રહી ગયા છે.
આ ઉપરાંત વિવિંગના 6 લાખ જેટલા લૂમ્સ હતા જે ઘટીને 4 લાખ જેટલા થઇ ગયા છે. મંદીના મારને કારણે કેટલાય નાના વેપારીઓ ઊઠી ગયા છે. કેટલાક વેપારીઓ તો પોતાનો ધંધો બંધ કરી પરત વતન જતા રહ્યા છે.
દેવ દિવાળી પણ વીતી ચૂકી છે છતાં લૂમ્સ અને વિવિંગના કારખાના હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. રોજગારીની દ્રષ્ટીએ જોઈએ તો રાજ્યમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતો કોઇ વ્યવસાય હોય તો તે ટેક્સટાઇલ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સુરત માં 14 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે જેમાં ડાઇંગ અને વિવિંગ ઉદ્યોગમાં 10 લાખ લોકોને રોજગારી મળતી હતી. કાપડ માર્કેટમાં 4 લાખ જેટલા લોકોને કામ મળી રહ્યું હતું.


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.