PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની પ્રથમ મુલાકાત, એરપોર્ટ પર રાજ્યપાલ, અમિત શાહ, ફડણવીસે કર્યું સ્વાગત

SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares

ઉદ્ધવ ઠાકરના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાથે તેમની પહેલી મુલાકાત છે. પીએમ મોદી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે DGP અને IGP કોન્ફરન્સમાં ભાગ લેશે.

 • DGP અને IGP કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પુણે પહોંચ્યા PM મોદી
 • CM ઉદ્ધવ ઠાકરેની PM મોદી સાથે પ્રથમ મુલાકાત
 • રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે કર્યું તેમનું સ્વાગત

પીએમ મોદી અને શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત મહત્વની એટલા માટે છે કારણે કે હાલમાં જ શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યું અને પ્રદેશમાં સરકાર બનાવી.

સમ્મેલનમાં કોણ કોણ થશે સામેલ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ચાલનાર DGP અને IGPના સમ્મેલનમાં સામેલ થશે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહના સામેલ થવાની પણ સંભાવના છે.

ત્રણ દિવસના સમ્મેલનમાં રાજ્ય પોલીસ દળો, કેન્દ્રીય તપાસ એજન્સીઓ, ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્ર સશસ્ત્ર પોલીસ દળોના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે અને આંતરિક સુરક્ષા સંબંધી વિષયો પર ચર્ચા કરશે.

દર વર્ષે અલગ અલગ શહેરમાં થાય છે આ સમ્મેલન

સમ્મેલન પુણેના પાષાણમાં આવેલ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (IISR) ના પરિસરમાં આયોજિત થશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ગૃહ મંત્રાલય દર વર્ષે આ સમ્મેલનું આયોજન કરે છે. પહેલા આયોજન દિલ્હીમાં થતું હતું પરંતુ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દર વર્ષે અલગ-અલગ શહેરોમાં સમ્મેલનનું આયોજન થાય છે. ગત વર્ષે સમ્મેલન ગુજરાતના કેવડિયામાં આયોજિત થયું હતું.


SHARE WITH LOVE
 • 66
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  66
  Shares