શિવસેના દ્વારા ભાજપનો માણસ બતાવ્યા બાદ CM ઉદ્ધવ ઠાકરેને માતોશ્રીમાં મળ્યા સોનૂ સૂદ

SHARE WITH LOVE
 • 80
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  80
  Shares

દેશમાં કોરોનાકાળ વચ્ચે પરપ્રાંતિય મજૂરોની મદદમાં આગળ આવનરા સોનુ સૂદને લઇને હવે રાજનીતી ગરમાઇ છે. રવિવારે શિવસેના નેતા સંજય રાઉતે સોનુ સૂદની આલોચના કરી હતી અને તેને ભાજપની એક ચાલ ગણાવી હતી. જો કે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરપ્રાંતિય મજૂરો માટે બસની વ્યવસ્થા કરવા માટે અભિનેતા સોનુ સૂદની પ્રશંસા કરી હતી. અભિનેતાએ રવિવારે રાત્રે CM ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા.

આ મુલાકાત એવા સમયે થઇ જ્યારે મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને પરત મોકલવાની બસની વ્યવસ્થા કરવાના મુદ્દે ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ તેમને નિશાન બનાવ્યા હતા. શિવસેનાનાં નેતા સંજય રાઉતે રવિવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે લોકડાઉનનાં કારણે મહારાષ્ટ્રમાં ફસાયેલા ઉત્તર ભારતીય પ્રવાસીઓને ‘સહાયતા’ કરવા માટે અભિનેતા સોનુ સૂદને ભાજપનો આંતરિક ટેકો છે કે કેમ? આ રાજકીય ઉદ્દેશથી રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારને બદનામ કરવામાં આવી શકે. શિવસેનાનાં મુખપત્ર “સામના” માં લખેલી પોતાની સાપ્તાહિક કોલમમાં, રાઉતે લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રનાં સામાજિક પરિદ્રશ્યમાં “મહાત્મા” સૂદનાં અચાનક સામે આવવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે 2019 ની સામાન્ય ચૂંટણી પહેલા આવેલા સૂદ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનને પણ ટાંકતા કહ્યું કે તેઓ ભાજપનાં નેતૃત્વ હેઠળની સરકારનાં વિવિધ પ્લેટફોર્મ પરનાં કામને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જાહેર કરવા તૈયાર થયા હતા.

We have to support all the people who are suffering & need us. I will continue until the last migrant has reached his home. Every party from Kashmir to Kanyakumari has supported & I want to thank everyone for that: Actor Sonu Sood after meeting Maharashtra CM Uddhav Thackeray https://t.co/NkvarOapJC pic.twitter.com/57CfSHohEA— ANI (@ANI) June 7, 2020

સોનુ સૂદે કહ્યું કે, આપણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવી જોઈએ. હું મારા તરફથી પ્રયાસ કરી રહ્યો છું કારણ કે પરપ્રાંતિય મજૂરોની આપણી જરૂર છે. જ્યા સુધી અંતિમ પ્રવાસી મજૂર તેના ઘરે ન પહોંચી જાય ત્યા સુધી હુ તેમની મદદ કરવાનું ચાલુ રાખીશ. તેમણે કહ્યું કે મને કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં દરેકનો ટેકો મળ્યો છે. જેના માટે હું આભારી છું.

source


SHARE WITH LOVE
 • 80
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  80
  Shares