CM વિજય રૂપાણીએ આપી રાજસ્થાનના CM ગેહલોતને આ ખૂલ્લી ચેલેન્જ

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધીને લઇને ગુજરાત પર આપેલા નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતના નિવેદનને સમર્થન કરી રહ્યા છે, તો ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આંકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજસ્થાનમાં દારૂબંધી કરવાની ચેલેન્જ આપી છે.

એક રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પુત્ર પુજીતના જન્મ દિવસ નિમિત્તે આજે પુજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાતે હતા અને ત્યાં તેમને મીડિયા સાથે વાતચીત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આંકરા પ્રહરો કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં દારૂબંધી કરાવે અને કોઈ ઘરે દારૂ ન પીવાય તેની ગેહલોત ચેલેન્જ સ્વીકારીને આગળ વધે તો મને એમ લાગે છે કે, સાચા અર્થેમાં રાજસ્થાનની મહિલાઓની જે લાગણી છે કે, દારૂબંધી રાજસ્થાનમાં થવી જોઈએ. એ ચેલેન્જ ગેહલોત ઉપાડીને રાજસ્થાનની જનતાને જવાબ આપે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું, દારૂબંધીનો એક વાર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો એટલે તેનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી પછીથી ગુજરાતમાં દારૂ પર પર્તીબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પુત્ર પુજીત સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે સસરાના ઘરના રવેશમાંથી ત્રીજા માળ પરથી નીચે પટકાયો હતો અને આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. પુત્રનું મોત થયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે અને કચરો વિણતી મહિલાઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી તેમના પુત્રના જન્મદિન નિમિત્તે આ ટ્રસ્ટની મુલાકાત લે છે, ત્યાં અભ્યાસ કરતા બાળકો સાથે આનંદ કરે છે અને સાથે ભોજન કરે છે.


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.