આદિવાસી માટે શ્રી વિજય રૂપાણી ની ગુજરાત સરકાર શું? ના કામિયાબ અને ભ્રષ્ટાચાર થી ભરેલી?

SHARE WITH LOVE
 • 1.7K
 • 69
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

#NoHopemodiji @narendramodi #IndiaSupportsCAA

ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર ની કહાની એક આદિવાસી કી જુબાની …

હાલની શ્રી વિજય રૂપણી ની ગુજરાત સરકાર આદિવાસીઓ પર થતા અત્યાચાર અને ભ્રષ્ટાચાર દામવામાં નિષ્ફળ રહી છે ….

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ પાસે ભીમપોર નામનું એક આદિવાસી ગામ આવેલું છે  આ ગામ આખેઆખું આદિવાસી સમાજના લોકો નું  ગામ છે. ગામમાં અભણ, બેબસ અને બીકમાં જીવતા આદિવાસી લોકો છે જે પોતાની જીવાદોરી ખેતી પર જીવે છે. અને એમને જીવવા માટે માત્ર આ એક જ રસ્તો છે તે તેમની જમીનો છે.

આ ગામ માં આદિવાસી ની જમીનોમાં A. I. Saiyad  અને તેમની કંપની  New India Minerals,  All India Minarals દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે જે ખોટે ખોટી રીતે મંજુર કરવામાં આવેલ છે તેવું દેખાય છે .

આ ભીમપોર ગામમાં આવેલી આ સિલિકા સેન્ડ ની માઈન્સ  આદિવાસીની જમીન ના સર્વે નંબર ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૩૦, અને ૨૩૧ છે . આ આદિવાસીઓના 73 AA નિયમ વાળી જમીન છે, તો છતાં પણ શ્રી વિજય રૂપાણી ની ગુજરાત સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ખનન ની મંજૂરી આ ૭૩ એએ વાળી જમીનમાં કે જે બીનખેતી થયેલ નથી તો છતાં પણ લાલચી અને ભ્રષ્ટ અધિકારીઓ મંજૂરી કઈ રીતે આપેલ છે.?

આ વિષય પર અમે મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી ગુજરાત સરકાર ને , સંલગ્ન વિભાગ ના ઉચ્ચ અધિકારી જેવા મંત્રી શ્રીઓ, વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર ના અધિકારીયો, અગ્ર સચિવશ્રી ખાણ ખનીજ ગાંધીનગર, કમિશનરશ્રી ખાણ અને ખનીજ વિભાગ ગાંધીનગર, અગ્ર સચિવશ્રી મહેસુલ ખાતુ ગાંધીનગર, સાંસદ શ્રી મનસુખ વસાવા ભરૂચ ,કલેકટર શ્રી ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ, મદદનીશ ખાણ ખનીજ અધિકારી ભરૂચ, પ્રાંત અધિકારીશ્રી ઝઘડિયા, મામલતદાર શ્રી ઝઘડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઝઘડિયા, આ બધાને ઘણી વખત ફરિયાદ કરી પુરતી જાણકારી આપી છે.

૭૩ એએ વાળી આ જમીનોમાં આ બધા ભ્રષ્ટ અધિકારીઓએ લાલચ અને ઉપરના દબાણમાં મંજૂરી આપી દીધી છે?  અમે ઘણી વખત જાણ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી આજદિન સુધી હાથ ધરવામાં આવી નથી એની પાછળ નું કરણ શું? આ લોકો આદીસીને માનવ નથી માનતા ? શું આ બધા ભ્રષ્ટ અધિકારીઓ છે ? સાથે ગુજરાત સરકાર પણ ભ્રષ્ટ જ છે?

શું આવી બેબસ નાકારા અને લાચાર ગુજરાત ની સરકાર છે ? તે આદિવાસીઓના હિતમાં કશું કરી શકશે ? જો આ સરકાર આદિવાસી હિતમાં કામ જ ન કરી શકતી હોય તો આ વખતે લોકસભાના 2019 ના ઇલેક્શનમાં આદિવાસી લોકોએ આવી નાકારા સરકારને આદિવાસી વિસ્તારોમાંથી ઉખાડીને ફેંકી દેવી જોઈએ અને એને જાકારો આપી દેવો જોઈએ.

જ્યારે પણ અમે કોઈ અધિકારીને મળ્યા છે એ જવાબ આપે છે ઉપરથી દબાણ છે… ઉપરથી દબાણ છે… ઉપરના આવા દબાણો ના કારણે આદિવાસી લોકોના જીવન બરબાદ કરવા એ કેટલા હદે યોગ્ય છે?

ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા  ને આ બાબતમાં અમે ઘણી વખત મળ્યા છે એમની પાસે ઘણી વખત દોડ્યા છે અને હજારો વખત રજુ આત એમને કરી છે. દર વખતે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે. “આ પ્રશ્ન ને મેં ભરૂચ જીલ્લા સંકલનમાં લીધો છે અને હું એના માટે લઢી રહ્યો છું, મેં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપણી ને જાણ કરી છે.” તો સાંસદ શ્રી નું પણ સરકાર ના અધિકારી સાંભળવા તૈયાર નથી ? તો મારા સામાન્ય આદિવાસી નું તો કોણ સાંભળશે?  આ ભ્રસ્ટ અને લાલચી અધિકારી ? અને સરકારમાં ?

ભરૂચમાં આવેલા ખાણ અને ખનીજ અધિકારીઓ ઉપર ઘણા ખનીજ માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એમને માર મારીને સુઝાડી દેવામાં આવ્યા હતા, તો છતાં પણ કોય કાર્ય વાહી થય નથી. આ લોકો માર ખાધા પછી પણ પૈસાથી મોઢું ભરીને ચૂપ થઈ ગયા છે? કે ઉપર ના અધિકારીયોના દમણ માં ચુપ થય ગયા? એવું દેખાઈ રહ્યું છે. #NoHopemodiji

હવે આ લેખમાં આગળ અમે બતાવી રહ્યા છેકે  ગુજરાત સરકાર ના આ અધિકારીઓ એ કઈ કઈ જગયા ઉપર પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની લાલચો સંતોષવા માટે દુઃખી દયામણા આદિવાસીઓના પેટ ઉપર લાતો મારી પોતાની જવાબદારી માં થી છટકી રહ્યા છે.? પોતાના ગજા ભરી અને ખોટી રીતે આદિવાસી ની જમીનોમાં ખોટી મંજૂરીઓ આપી છે ? તેની વિસ્તૃત વિગત અને માહિતી વારંવાર અમે  સરકાર ને આપી છે. જેમ કે …સી.એમ. ઓફીસ માં ઉદ્યોગ અને ખાણખનીજ ખાતામાં મહેસુલ ખાતામાં ખાણ અને ખનીજ વિભાગમાં વન અને પર્યાવરણ ખાતામાં સિચાઈ ખાતામાં વગેરે…

સંકરા સિંચાય માટે સંપાદિત આદિવાસીની જમીનો

વધુમાં ઉદ્યોગ અને ખાણખનીજ ખાતું ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હસ્તકજ છે અને અમે આદિવાસી લોકો આપને વારંવાર રજૂઆત કરીયે છે છતાં પણ કોય કાર્ય વાહી થતી ના હોય તો આદિવાસી સમાજ ના લોકો માટે આપની ગુજરાત સરકાર શું કામની?

આમ પણ ગુજરાત માં આદિવાસી વિસ્તારો માં નરેન્દ્ર મોદીજી ના ચોકીદારીની સંખ્યા ઓછી છે. અને ભ્રષ્ટાચારી ની વધુ…

પણ આ વખત ના ૨૦૧૯ ના લોકસભાના ઇલેક્સન માં આદિવાસી જવાબ આપવા તૈયાર છે. હવે ગુજરાત સરકારે વિચારવાનું છે કે આદિવાસી લોકો ના હિત માટે શું કરવું…

જે લોકોને PASA નો ગુનો લાગુ પડીસકે છે તેવા લોકોને શ્રી વિજયભાઈ રૂપાણી ની ગુજરાત સરકાર છાવરી રહી છે એવા આક્ષેપ લાગી રહ્યા છે, અને આ બધી વાતો આદિવાસી સમાજ માં જંગલની આગની જેમ પ્રસરી રહી છે.

#ભીમપોર_રાજપારડી

Posted by DrBhavin Vasava on Thursday, September 27, 2018

વધુમાં લખી જણાવવાનું કે …

ભીમપોર ગામની આ A. I. Saiyad  ની લીસ ની બાજુમાં જ આવેલા ઘણા ગોચરો ,શંકરા સીચાય ની જમીનો માથી પણ ખુબ પ્રમાણમાં ખનીજની ચોરી થઇ છે. તેના જવાબ દાર કોણ?

શંકરા સિચાય એટલે કે શંકરા ડેમ યોજના ભીમપોર ગામ પાસે આવવાની હતી જેના માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી જમીન જે સ્થાનિક આદિવાસીઓની હતી તે સંપાદિત કરવામાં આવી હતી. અને તે અત્યારે સરકાર શ્રીના હસ્તગત છે. આ જમીનોમાં પણ વિપુલ પ્રમાણમાં ખનીજની ચોરી થઇ છે.

આ જમીનમાં અને અહીંયાના વિસ્તારોમાં આ સિલિકાના ખનીજ માફિયાઓ દ્વારા ઘણી ઊંડી ખાણો કરીને સિલિકા સેન્ડ ની ચોરી કરવામાં આવી છે જેના કારણે અહીંયા ના સ્થાનિક આદિવાસીઓના જીવન માટે જરૂરી એવું પાણી પણ ઘણું જ ઊંડે સુધી ઉતરી ગયું છે જેથી ખેતી માટે જીવન જરૂરિયાત માટે અને ઢોરઢાંખર માટે પાણીની અછત ઊભી થઈ છે.

જો આ ભોલા અને અભણ આદિવાસીઓ કે જેમની જમીનમાંથી ખનીજની ચોરી કે ખનીજ કાઢવામાં આવી રહ્યું છે તેના ઉપર ભવિષ્યમાં સરકાર શ્રી દ્વારા કે કોઈના દ્વારા કેસ કે ફરિયાદ કરવામાં આવે અને કાર્ય વાહી કરવામાં આવે ત્યારે આ ભોલા ભાલા આદિવાસીઓનું કોણ થશે.?

અહીંયા થી પસાર થતી ભુન્ડવા ખાડી મા પણ આ સીલિકાની ખાણો ના કારણે અઢળક પ્રમાણમાં સિલિકા આવી રહી છે અને ભુન્ડવા  ખાડીના કિનારા પર આવેલા સ્થાનિક લોકોના ખેતરો જે હજારો એકર છે તેમાં પણ સિલિકા પથરાઈ રહી છે. #IndiaSupportsCAA

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch

આ બધા પર ગુજરાત સરકાર કઈ કરશે ?

જય આદિવાસી, જોહર, ભારત માતા કી જય

Posted by DrBhavin Vasava on Thursday, October 11, 2018

SHARE WITH LOVE
 • 1.7K
 • 69
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

Leave a Reply

Your email address will not be published.