મોરબીમાં અંતિમયાત્રાને રોકી લીધી CM વિજય રુપાણીના કાફલાએ જુઓ Video

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજે મોરબી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબી આવ્યા હતા. ત્યારે મોરબી બાયપાસ પાસે કોઈ વ્યકિતની અંતિમ યાત્રા ત્યાંથી પસાર થતી હતી ત્યાં સીએમના કાફલાએ સીએમ માટે સ્મશાન યાત્રાને પણ રોકી દીધી હતી.

આજે મોરબી ખાતે રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબી આવ્યા હતા. સૌ પ્રથમ મોરબીના શોભેસ્વર રોડ ખાતે આવેલી કલેકટર કચેરીની બાજુમાં બનેલી આધુનિક એસપી કચેરીનું સીએમએ લોકપર્ણ કર્યું હતું. બાદમાં ત્યાથી પચાસર રોડ પર બનતી મયુર ડેરીના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત માટે જવા નીકળ્યા હતા.

તમામ અધિકારી પદાધિકારીઓ સાથે નીકળેલા સીએમ પંચાસર રોડ પર પહોંચતા પહેલા તમામ રસ્તા પર પોલિસે વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. જોકે પંચાસર રોડ પહેલા મોરબી બાયપાસ પાસે કોઈ વ્યકિતની અંતિમ યાત્રા ત્યાંથી પસાર થતી હતી. હિન્દૂ પરંપરા મુજબ કોઈ પણ ધર્મનાં લોકોનું અંતિમ યાત્રાને સંપૂણ માન સન્માન આપવામાં આવતું હોય છે અને તેમના માટે રસ્તો ખુલ્લો કરી દેવાય છે અને તમામ લોકો જે તે સ્થળ પર થોભી અંતિમ યાત્રાને જવા રસ્તો કરી આપે છે.

જોકે સીએમનાં કાફલો જાણે આ મર્યાદા ચુકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સીએમને જવા માટે એક સ્મશાન યાત્રાને પણ રોકવામાં આવી હતી. જુઓ વીડિયો…

Publisher ; મેરાન્યૂઝ નેટવર્ક


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.