રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત
14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર
અમદાવાદમાં લઘુત્તમ 17.8 ડિગ્રી તાપમાન
વડોદરામાં લઘુત્તમ 19 ડિગ્રી તાપમાન
સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
રાજકોટમાં 18.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન
આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગનાં વિસ્તારોમાં માવઠુ પડ્યુ છે. આ કમોસમી વરસાદ પડ્યા બાદ ર્જાયમાં હવે ઠંડીનું પ્રભુત્વ વધી શકે છે.
હવામાન વિભાગે આગામી 48 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીથી વધુનો ઘટાડો થવાની આગાહી કરેલી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાંથી 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડમાં સૌથી ઓછું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.5 ડિગ્રીનો વધારો જ્યારે 27.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અન્ય શહેરોની જો વાત કરીએ તો વડોદરામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, સુરતમાં 19.4, રાજકોટમાં 18.7 અને રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ 16 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર ભૂજમાં 15, ડીસામાં 16.4 જ્યારે પોરબંદરમાં 18.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું.

Source link


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares