જાતિના પ્રમાણપત્રના મુદ્દે :ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને સસ્પેન્ડ કરાયા

SHARE WITH LOVE
 • 71
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  71
  Shares

જાતિના પ્રમાણપત્રના મુદ્દે પંચમહાલ જિલ્લાના મોરવાહડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ ધારાસભ્યપદ રદ કરાયુ છે. STના પ્રમાણપત્રના મુદ્દે વિવાદ સર્જાતાં હાઇકોર્ટ દ્વારા નિમાયેલી સમિતીના નિર્ણય બાદ રાજ્યપાલે ભલામણ કરતાં વિધાનસભાના અધ્યક્ષે કાર્યવાહી કરી ભૂપેન્દ્રિસિંહ ખાટને સસ્પેન્ડ કર્યા હતાં . મોરવાહડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટે ચૂંટાયા બાદ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. જોકે, આદિજાતિના પ્રમાણપત્રને લઇને વિવાદ સર્જાયો હતો જે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટની સમિતીએ ભૂપેન્દ્રસિંહ ખાંટના આદિજાતીના પ્રમાણપત્રને અયોગ્ય ઠેરવ્યુ હતું.

આ સમિતીએ સ્પષ્ટ કહ્યુંકે,ભૂપેન્દ્રસિંહ ખાંટ એ આદિવાસી જ નથી જેથી તેમનુ સર્ટિફિકેટ રદ કરવામાં આવે છે. સમિતીએ ગત જાન્યુઆરીમાં નિર્ણય જાહેર કર્યો હતો .તેમના આરોપ મૂકાયો હતોકે, રાજકીય લાભ લેવા તેઓ આદિવાસી બન્યાં છે. તેમની પાસે આદિજાતિનુ પ્રમાણપત્ર ખોટુ છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૧૦થી કોર્ટમાં આ વિવાદ ચાલી રહ્યો હતો. અરજકર્તાએ રાજ્યપાલને ય પિટીશન કરી હતી. આખરે હાઇકોર્ટની સમિતીના નિર્ણય આધારે રાજ્યપાલે વિધાનસભાના અધ્યક્ષને કાર્યવાહી કરવા ભલામણ કરી હતી.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ પ્રમાણપત્ર યોગ્ય નથી .રાજ્યપાલના આદેશના પગલે તેમનુ ધારાસભ્યપદ રદ કરવામાં આવ્યુ છે. અમે કેન્દ્રીય ચૂંટણીપંચનો ય અભિપ્રાય લીધો છે. હવે મોરવાહડફની બેઠક ખાલી પડી છે.આમ, લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છેકે,ખનીજચોરીના પ્રકરણના મુદ્દે ગીર તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ય સસ્પેન્ડ કરાયા હતાં.હવે જાતિના પ્રમાણપત્રના મામલે વધુ એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

રાજકીય કિન્નાખોરી રખાઇ છે, અમે સુપ્રીમના દ્વાર ખટખટાવીશું : ભૂપેન્દ્રસિંહ ખાંટ

જાતિના પ્રમાણપત્રના મામલે મોરવાહરફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભાના અધ્યક્ષની કાર્યવાહી બાદ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટે એવી પ્રતિક્રિયા આપીકે, અધ્યક્ષે રાજકીય કિન્નાખોરી દાખવી નિર્ણય કર્યો છે. ભાજપ સરકારના ઇશારે બદઇરાદા સાથે ધારાસભ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નિર્ણય અંગે લેખિત જાણ સુધ્ધાં કરાઇ નથી. વિધાનસભાના અધ્યક્ષના આ નિર્ણયને સુપ્રિમકોર્ટમાં પડકારીશું. ન્યાયતંત્રમાં અમને સંપૂર્ણ ભરોસો છે.

અભ્યાસ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અંગે નિર્ણય કરીશું : અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ રદ કરવા કોંગ્રેસની માંગ અંગે વિધાનસભા અધ્યક્ષ રાજન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુકે, કોંગ્રેસની લેખિત અરજી મળી છે. આ મામલે અભ્યાસ કરી નિર્ણય લેવામાં આવશે. અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ બંન્ને પક્ષોને સાંભળીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે અધ્યક્ષને આ મામલે તાકીદે નિર્ણય લેવા રજૂઆત કરી હતી.

વિધાનસભામાં શું સ્થિતિ છે

ભાજપ ૯૯ ધારાસભ્ય
કોંગ્રેસ ૭૨ ધારાસભ્ય
એનસીપી ૧ ધારાસભ્ય
બીટીપી ૨ ધારાસભ્ય
અપક્ષ ૨ ધારાસભ્ય

SHARE WITH LOVE
 • 71
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  71
  Shares

Leave a Reply

Your email address will not be published.