UGVCL દ્વારા વીજ બિલમાં ઉજાલા બલ્બની EMIની રકમ ઉધરાવતા ગ્રાહકોમાં રોષ

SHARE WITH LOVE
  • 5
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    5
    Shares

વીજ કંપની દ્વારા ગ્રાહકોના વીજ બિલમાં ઉજાલા LED બલ્બના EMIના નામે વધારાની રકમ ઉમેરી દેવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ વીજ કંપની પર આક્ષેપો કર્યા છે કે, કંપની દ્વારા ખોટી રીતે ગ્રાહકોને વીજબીલની રકમમાં બલ્બની રકમનો વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, UGVCL દ્વારા સરકારી યોજના હેઠળ કેટલાક ગ્રાહકોને ઉજાલા બલ્બ EMI પર આપવામાં આવ્યા હતા અને આ ઉજાલા બલ્બના EMIની રકમ ગ્રાહકોને વીજબીલમાં ઉમેરી દેવામાં આવતી હતી. ત્યારે અમદાવાદના કેટલાક ગામોના લોકોની ફરિયાદ એવી છે કે, તેમણે ઉજાલા LED બલ્બ EMI પર લીધા નથી છતાં પણ તેમના વીજબીલમાં ઉજાલા બલ્બનું EMI ચડાવવામાં આવ્યું છે.

સમગ્ર મામલે અમદાવાદના દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગામના 400 જેટલા ગ્રાહકોના બિલમાં વીજ કંપની દ્વાર LED બલ્બની EMIની રકમ ખોટી રીતે જોડી દેવામાં આવી છે. આ મામલે તેમણે વીજ સબ સ્ટેશન ખાતે રજૂઆત કરી છતાં પણ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સમગ્ર સમસ્યા બારેજડી વીજ સબસ્ટેશન વિસ્તારમાં આવતા 36 ગામના લોકોને થઈ રહી છે.

ગામ લોકોની રજૂઆત અને વિરોધ બાબતે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા LED બલ્બ જે ગ્રાહકોએ હપ્તેથી નથી લીધા તેમની પાસેથી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે અને અધિકારીઓએ ભરેલા ફોર્મ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે તો ગ્રાહકોને વીજ બિલમાં ચડાવવામાં આવેલી બલ્બના EMIની રકમ મજરે આપવામાં આવશે.


SHARE WITH LOVE
  • 5
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    5
    Shares

Leave a Reply

Your email address will not be published.