કોરોના, લોકડાઉન, નોકરીઓ ગુમાવી છતાંયે લોકોમાં યથાવત PM મોદીનો જાદુ, સમજો વિગતે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બિહારમાં (Bihar Assembly Election) ભાજપ (BJP) અને જેડીયૂ (JDU)ના નેતૃત્વમાં એનડીએ (NDA) પાર્ટીની સત્તામાં વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election Results) ને કોરોના મહામારી (Corona Virus) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ભાજપની પહેલી પરિક્ષા તરીકે જોવામાં આવી રહી હતી. કોરોના વાયરસનો પ્રકોપ ઘટાડવા લોકડાઉન (Lockdown) નો નિર્ણય લેવો પડ્યો હતો જેને દેશના અર્થતંત્ર (Economy) અને રોજગારી (Unemployment) ગંભીર અસર થઈ હતી આ સ્થિતિમાં પણ બિહારના લોકોએ ફરીથી જ એનડીએ પર પોતાની પસંદગી ઉતારી છે તેનો અર્થ એ કાઢી શકાય કે મોદીના કોરોના મેનેજમેંટ (Corona Managment) થી બિહાર અને બિહારીઓ ખુશ છે.

બિહાર ચૂંટણી આટલી મહત્વપૂર્ણ કેમ?

બિહાર દેશના સૌથી ગરીબ રાજ્યોમાંનુ એક છે અને વિકાસના મોટા ભાગના માપદંડોની ગ્રસ્ત છે પણ રાજ્યની મોટા પ્રમાણમાં લોકો રાજનૈતિક રૂપે ખુબ જ જાગરૂત છે. 545 બેઠક ધરાવતી લોકસભામાં બિહાર પોતાના 40 સાંસદો સંસરમાં મોકલે છે. અહીંની 243 વિધાનસભાની બેઠકોમાં એનડીએના ખાતામાં બહુમત માટે 122થી વધારે બેઠકો આવતી જણાઈ રહી છે.

બિહારમાં રોજગારી સૌથી મોટો મુદ્દો

બિહારમાં રોજગારીની સમસ્યા ઘણા લાંબા સમયથી રહી છે. અહીં બેરોજગારી દર 10.2 ટકા છે જે 2018-19ના પેરિયોડિક લેબર ફોર્સના સર્વે પ્રમાણે આખા દેશની સરેરાશ બેરોજગારીનો દર બેઘણો છે. જેના કારણે બિહારમાં લોકોએ મોટા પાયે રોજગારી મેળવવા અન્ય રાજ્યોમાં પલાયન કરવું પડે છે. પરંતુ લોકડાઉનના કારણે ઉદ્યોગ ધંધા ઠપ્પ પડ્તા સૌકોઈએ મુશ્કેલી વેઠીને પાછુ ફરવું પડ્યું  હતું. આમ પાછા ફરનારાઓની સંખ્યા 15 લાખ હોવાનું કહેવાય છે. માટે જ મોટા ભાગની રાજકીય પાર્ટીઓએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રોજગારીને મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. આરજેડીના નેતા તેજસ્વીએ તો સરકાર બનતાની સાથે પહેલી જ બેઠકમાં 10 લાખ નોકરીઓની જાહેરાત કરી દીધી હતી. જોકે લોકડાઉનના કારણે બિહાર પાછા ફરેલા લોકોમાંથી ઘણા કામ પર પરત પણ ફર્યા છે. પરંતુ હજી પણ ઘણા લોકો બિહારમાં જ છે. તેમાં ઘણા લોકો ઈચ્છે છે કે, તેઓ અહીં રહીને જ રોજગાર મેળવે.

મોદીના કોરોના મેનેજમેંટ પર લગાવી મહોર?  

બિહારમાં કોરોનાના 2,22,917 કેસ સામે આવી ચુક્યા છે. જોકે એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટીને હવે માત્ર 6503 આવી ગઈ છે. તેવી જ રીતે બિહાર દેશના સૌથી વધારે કોરોનાગ્રસ્ત રાજ્યોની યાદીમાં 11માં ક્રમે આવે છે. અહીં હોસ્પિટલોની સ્થિતિ સંતોષકારક નથી. પરંતુ રાજ્યના લોકોએ ભાજપનો સાથ આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ હજી પણ પીએમ મોદી પર વિશ્વાસ કરે છે. જાહેર છે કે, ભાજપે દરેક બિહારીઓને મફતમાં કોરોનાની વેક્સીન આપવાનો વાયદો કર્યો છે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •