‘મહા’ વાવઝોડુ માર્ગ બદલે તેવી શક્યતા, ગુજરાતના દરિયા કિનારે આવતા પહેલા જ વિરમી જશે!

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

 • મહા વાવાઝોડું ફંટાઈ જશે
 • વાવાઝોડાની તિવ્રતામાં થયે ઘટાડો
 • રાજ્યભરમાં વરસાદની આગાહી

7 નવેમ્બર વહેલી સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકશે. જો કે આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ઘટીને 70થી 80 કિમી સુધી થશે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલીમાં વરસાદ થશે. વલસાડ, નવસારી, કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થશે. અમદાવાદ, વડોદરા, સુરતમાં હળવા વરસાદની સંભાવના છે. 

જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થતો રહેશે. 6 નવેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં વરસાદ થશે. જ્યારે 7 નવેમ્બરે ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાને લઈને રાજ્યભરમાં NDRFની 32 ટીમ તૈનાત કરાઈ છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં 10 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. રાજ્યના તમામ બંદરો પર યેલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આજે શું થઇ શકે? 
વાવાઝોડાના કારણે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કદાચ મધરાતે વાવાઝોડુ રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે. પરંતુ તેનું જોર ઘટ્યુ છે. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ થશેય અમરેલી, ભાવનગર, ભરૂચમાં પણ વરસાદ થશે અને બોટાદ, રાજકોટમાં પણ વરસાદની આગાહી છે. 

7 નવેમ્બરને દિવસે કેવી રહેશે રાજ્યની સ્થિતિ
`મહા’ વાવાઝોડું વહેલી સવારે દરિયા કિનારે ત્રાટકશે. વાવાઝોડાના કારણે ભાવનગર, ભરૂચમાં વરસાદની સંભાવના છે. આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં વરસાદની સંભાવના છે. 

  
શું છે તંત્રની તૈયારીઓ

 • રાજ્યમાં NDRF 30 ટીમો એલર્ટ પર
 • દિવમાં NDRFની 5 ટીમો એલર્ટ પર 
 • જરૂર મુજબ કિનારે રહેતા લોકોનુ કરાશે સ્થળાંતર
 • કિનારાના મોટા શહેરમાં હોર્ડિગ્ઝ ઉતારી લેવાયા
 • વાવાઝોડુ ગુજરાત આવાતા પડશે નબડુ
 • 70 થી 80 કીમીની ઝડપે ફૂંકાશે પવન
 • 10 હેલિકોપ્ટર્સ દરિયા કાંઠાના વિસ્તારમાં તહેનાત

ક્યારે ક્યા પડશે વરસાદ

 • 6 નવેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથમાં થશે વરસાદ
 • 6 નવેમ્બરે અમરેલી, ભાવનગરમાં ભરૂચ, થશે વરસાદ
 • 6 નવેમ્બરે બોટાદ, રાજકોટમાં વરસાદની સંભાવના
 • 7 નવેમ્બરે સવારે વાવાઝોડુ કિનારા પર ટકરાશે
 • 7 નવેમ્બરે ભાવનગર, ભરૂચમાં વરસાદની સંભાવના
 • 7 નવેમ્બરે આણંદ, અમદાવાદમાં વરસાદ
 • 7 નવેમ્બરે બોટાદ, વડોદરામાં વરસાદની સંભાવના
 • 8 નવેમ્બરથી હવામાન થશે સામાન્યઃ હવામાન વિભાગ

Like Us:


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

Leave a Reply

Your email address will not be published.