દાહોદ: લોકસભા મત વિસ્તારમાં જશવંતસિંહ ભાભોર ને કરોડોનો ખર્ચો કરવો પડી રહ્યો છે

SHARE WITH LOVE
 • 205
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  205
  Shares

દાહોદ લોકસભા મત વિસ્તારમાં જશવંતસિંહ ભાભોર ને કરોડોનો ખર્ચો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયા જનમેદની ભેગી કરવા માં વપરાય રહ્યા છે તેવી વાતો સામે આવી રહી છે.

દાહોદ લોકસભા બેઠક ના માટે ધીમે ધીમે ચૂંટણીનો રંગ જામતો જાય છે. ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ના ચૂંટણીપ્રચારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જંગી સભાઓમાં જનમેદની અને રોડ-શોમાં લોકો ને લાવવા માટે ચિક્કાર ખર્ચા થઇ રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને લઈ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ને વિજય આપવા પ્રચાર કાર્ય કરી રહ્યા છે, પરતું ઠેર ઠેર તેમને આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિરોધ નો સામનો કરવો પડી રહ્યો છે.

આદિવાસી સમુદાયની સાથે સાથે મુસ્લિમ વિસ્તારના પ્રચાર કાર્ય માં જબરજસ્ત મુશ્કેલી આવી રહી છે.

આદિવાસી ના નામ પર ગુજરાત ની ભાજપા સરકારે ખાલી વાયદા અને લોભાવાની વાતો ના કાચા ચિઠ્ઠા ખુલી ગયા છે. આદિવાસી ના નામ પર કરોડોના ગોટાળાજ કરવામાં આવ્યા છે જે આદિવાસી સમાજ સમજે છે.

દાહોદ જિલ્લામાં નવા રસ્તાઓ નું નિર્માણ, પાણીની સમસ્યા નિવારવા નર્મદાની દાહોદમાં ખેંચી લાવતી ૭૦૦ કરોડના ખર્ચે સર્વે કરવાની વાત હોય, ગરીબો માટે નવા આવાસ નું નિર્માણ કરવાની વાત, આદિવાસી બાળકો માટે જિલ્લામાં શિક્ષણની સારી વ્યવસ્થા ઊભી કરી, જિલ્લાકક્ષાની કચેરીના નવનિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપવાની વાતો અને આબધા જુઠાણાનો ભાંડો ફૂટેલો દેખાય છે.

દાહોદ ના આદિવાસી અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે વનબંધુ યોજના ના નામ પર આદિવાસી ને ઠગવા વાળા નેતાઓ ને આદિવાસી સમાજ સ્વીકાર સે નહિ.

આદિવાસી સમાજ ના કેવાતા નેતા જશવંતસિંહ હવે દાહોદ વિકાસ ના નામે ભય થી આદિવાસી લોકોમાં મત માગવા  ધમપછાડા કરી રહ્યા હોય તેમ દેખાય રહ્યું છે.

સંતરામપુર ને ભાજપની સભામાં મહીસાગર ભાજપના પ્રમુખ જે.પી પટેલની ઉપસ્થિતિમાં દરેક વ્યક્તિ તેમને સો મત આપશે તેવી આજાજીજી કરવી પડી હતી.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા પર જશવંતસિંહ અત્યાર સુધી બોલ્યા નથી તેનો બદલો આદિવાસી સમાજ આ વખતે ચૂકવી દેશે

આવી વાતો સમાજ માં પ્રસરી રહી છે

જય આદિવાસી જય જોહર


SHARE WITH LOVE
 • 205
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  205
  Shares

Leave a Reply

Your email address will not be published.