દાહોદ: જશવંત ભાભોર આદિવાસી ?કે કેહવાના આદિવાસી?

SHARE WITH LOVE
 • 586
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  586
  Shares

૨૦૧૪ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા જશવંત ભાભોર  મોદી લહેરનો લાભ મળ્યો અને ૨૦૧૪  માં લોકસભા માં આદિવાસી સમજે સમાજ ના હિત માટે તેમને જીતાડ્યા હતા. પરંતુ આદિવાસી સમાજ ને દાહોદ ના સાંસદ દ્વારા શું મળ્યું?

પહેલા નજર કરીએ આદિવાસી સમાજે જસવંતશિહ ભાભોર ને  કેટલી વખત જીતાડ્યા છે અને કેટલો સાથ આપ્યો છે. જે ની વિગતો નીચે મુજબ છે

તેઓ 1998-2002 થી દસમી ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમાજ ના સહયોગ થી ચુટાય આવ્યા હતા ,

તેઓ ફરીથી અગિયારમી ગુજરાત વિધાનસભા 2002-07માં આદિવાસી સમાજે  ચૂંટાયા હતા,

તેઓ બારમી ગુજરાત વિધાનસભા માં 2002-2007 માટે આદિવાસી સમાજે ચૂંટાયા હતા,

૨૦૧૪ માં તે મને આદિવાસી સમાજ અને લોકોએ જીતાડીને લોકસભા માં મોકલ્યા હતા .

તેઓ અનુસુચિત જનજાતિ આયોગ ગુજરાત ના વિધાનસભાની સમિતિના અધ્યક્ષ ત્રણ વખત રહ્યા છે

સમાજ દ્વારા આટલી બધી વખત જશવંત ભાભોર ને મદદ કાર્ય પછી પણ સમાજ ના હિતમાં જસવંત ભાભોર થી સમાજ ના હિત માં કોય કામ થયા નથી એવું દેખીતું છે

હવે પાછું ૨૦૧૯ નું લોકસભાનું ઈલેક્શન  આવ્યું છે ત્યારે જસવંત ભાભોર પોતાના આદિવાસી સમાજ પાસે અને પોતાના મત વિસ્તાર ના લોકો પાસે પાછા મતો ની રાજનીતિ કરવા નીકળ્યા છે.

૮,,૭૪,૭૧૩ આદિવાસી મત દાહોદ લોકસભા મત વિસ્તાર માં છે, આ આદિવાસી મતો પાર્ટીઓં અને કથિત આદિવાસી નેતા ઓં માટે સરળ શિકાર છે, આદિવાસી સમાજ ના લોકોને છેતરવા ઘણા સેહલા છે, તેવું અત્યાર સુધી તેઓ માનતા આવે છે.

આ લોકોને આપણે સમાજ ના હિત માટે  ઓળખવા જ રહ્યા, શું કર્યું છે? અત્યાર સુધી આમને આપણા આદિવાસી સમાજ ના હિતમાં? સમાજ ની જરૂરિયાત કે સમાજ ની તકલીફો માટે… તેમને સમાજ માટે કશું કર્યું છે ખરું…….?

સંતરામપુર, ફતેપુરા,જહાલોદ,લીમખેડા,દાહોદ,ગરબાડા,દેવઘડબારિયા જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ ની સ્થિતિ શું છે? અત્યાર સુધી સમજે એમના પર રાખેલા વિશ્વાસ નો આવા લોકો દ્વારા વિશ્વાસ ઘાતજ કરવામાં આવ્યો છે.

પાર્ટી ઓં ને તો પાડેલા પોપટ જોવતા હોય છે જે પોતાના સુપ્રિમોના કેહવા પ્રમાણે ચાલ્યા કરે. અને આવા સમાજના નેતાઓ ને જાકારો આપવો પડશે સમાજ ના લોકોએ . તોજ સમાજ માં પરિવર્તન અને સમાજ નું ઉત્થાન થસે.

આદિવાસી સમાજ ના ટુકડા કરી દાહોદ મત વિસ્તાર માં રાજનીતિ ના રોટલાજ સેકવામાં આવ્યા છે.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી કસું બોલીશક્યા નથી સમાજ તેમને સ્વીકારશે નય

ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો

ફોરેસ્ટ એક્ટ

આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો

સરદાર સરોવર પ્રોજેક્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત માલા પ્રોજેક્ટ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ

આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ

પેસા એક્ટ

અનુસૂચિ 5 અને 6

હવે જયારે પણ આ નેતા ઓંનો ભેટો થાય ત્યારે આ સવાલો એમને જરૂર થી પુછવા, કે આદિવાસી સમાજ માટે તમે શું કર્યું છે અત્યાર શુધી?

આદિવાસી સમાજ હવે જાગી ચુક્યો છે, પાર્ટી અને એમના પાળેલા પોપટ ની ચાલોમાં નય ફસાતા આવા કથિત આદિવાસી સમાજ ના આગેવાનો અને નેતાવો રૂપી પોપટોને ઉડાવી દેશે.

જય આદિવાસી, જય જોહર


SHARE WITH LOVE
 • 586
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  586
  Shares

Leave a Reply

Your email address will not be published.