દુનિયા પર ખતરો! પૂરેપૂરું ગ્લેશિયર થયું ગાયબ?

SHARE WITH LOVE
 • 22
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  22
  Shares

ક્લાઈમેટ ચેન્જને કારણે આઈસલેન્ડમાં પહેલીવાર એક પૂરેપુરુ ગ્લેશિયર જ ગાયબ થઈ ગયું. જેનું નામ ઓકજોકુલ હતું. આ ગ્લેશિયરની સાથે જ અન્ય બીજા ગ્લેશિયરો પણ ગાયબ થઈ જશે એવી આશંકાઓ વધી ગઈ છે.ધરતી માટે તેને ખતરનાક સંકેત માનવામાં આવી રહેયું છે.

પશ્ચિમ આઈસલેન્ડના ઓકજોકુલ ગ્લેશિયર સમાપ્ત થવાને કારણે સ્થાનિક લોકોએ તેની અંતિમ સંસ્કાર જેવી વિધી પણ કરી છે. આઈસલેન્ડના પ્રધાનમંત્રી કૈટરીન જકોબસ્ડોટિર, યુએન હ્યુંમન રાઈટ્સ કમિશ્નર મૈરી રૉબિન્સન, રિસર્ચર્સ જેવા લોકો અંતિમ સંસ્કાર સેરેમની ભેગા થયા હતા.

આઈસલેન્ડના પ્રધાનમંત્રીનું કગેવું છે કે, મને આશા છે કે આ સેરેમની માત્ર આઈસલેન્ડના લોકો માટે જ નહિ પણ આખી દુનિયા માટે પ્રેરિત સાબિત થશે. કારણ કે અમે અહીં જે જોઈ રહ્યા છે તે માત્ર ક્લાઈમેટ ચેન્જનો એક ચહેરો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આઈસલેન્ડમાં ભવિષ્યમાં ઘણા ગ્લેશિયરો પીઘળી શકે છે. કોઈ ગ્લેશિયરનું ગાયબ થવું એવી ધટના છે કે જે તમે શીધી રીતે મહેસૂસ કરી શકો છો. તમે ક્લાઈમેટ ચેન્જને રોજ અનુભવતા નથી. વ્યક્તિના મતે તે ઘણી ધીમી રીતે થઈ રહ્યું છે પણ ભૌગોલિક રીતે એ ઘણું ઝડપથી થઈ રહ્યું છે.


SHARE WITH LOVE
 • 22
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  22
  Shares

Leave a Reply

Your email address will not be published.