અંકલેશ્વર: જીપીસીબીના છ અધિકારીઓ સામે લીઝધારકને છાવરવાનો આરોપ

SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

https://gujarati.connectgujarat.com

અંકલેશ્વરની ગુજરાત  પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના અધિકારીઓના ગ્રહોની દશા બદલાઇ હોય તેમ લાગી રહયું છે. પ્રદુષણની બાબતે નાના ઉદ્યોગોને રંજાડતા અધિકારીઓ સામે હવે ભ્રષ્ટાચારના આરોપો લાગી રહયાં છે. અવિધા ગામના જાગૃત નાગરિકે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી સહિત તેમની કચેરીના જ ચાર અન્ય અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડીસ્ટ્રીકટ વીજીલન્સ એન્ડ એન્ટી કરપશન કમિટી અને જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે. જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો આાગામી દિવસોમાં અધિકારીઓનું પાપ છાપરે ચઢીને પોકારે તેવા દિવસો પણ દુર નથી. #NoHopemodiji

Satya News

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની બેધારી નિતિ સામે ઉદ્યોગકારોમાં રોષ ફેલાયેલો છે. તેવામાં હવે ખુદ જીપીસીબીના અધિકારીઓ સામે જ આરોપો લાગી રહયાં છે અને આ આરોપો પણ ભ્રષ્ટાચારના છે. ઝઘડીયા તાલુકાના અવિધા ગામના જાગૃત નાગરીક ડૉ.ભાવિન વસાવાએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત  ડીસ્ટ્રીકટ વીજીલન્સ એન્ડ એન્ટી કરપશન કમિટી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરીયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીપીસીબીના અંકલેશ્વરના 11 ઓકટોબર 2018ના મુલાકાત અહેવાલમાં માઇન્સના સર્વે નંબર ખોટા દર્શાવવામાં આવ્યાં છે. જીપીસીબીએ રીપોર્ટમાં માઇન્સ 1 અને 2ના બદલે ભુંડવાખાડી – 1 અને 2 બતાવ્યાં છે અને એન્વાયરમેન્ટ કલીયરન્સમાં સર્વે નંબર 514 દર્શાવ્યું છે. ફોર્મ 8 એમાં લીઝોમાં સીલીકાનું ઉત્પાદન શુન્ય મેટ્રીક ટન બતાવાયું છે. જયારે 5 ઓકટોબર 2018ના રોજ ભુસ્તર વિભાગે લીઝ ધારકને દંડ ફટકાર્યો હતો. લીઝની તપાસ બાબતે જીપીસીબીના અધિકારીઓએ જાણીબુઝીને લીઝધારકની તરફેણ કરી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પોતે લોકસેવક હોવા છતાં પોતાની શકિતનો અયોગ્ય ઉપયોગ ભ્રષ્ટ હેતુ માટે કર્યો છે. પોતાની ફરજમાં જાણી બુઝીને ચુક કરનારા અધિકારીઓ તથા નિયમોનો ભંગ કરનારા લીઝ ધારક સામે ન્યાયિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જાગૃત નાગરિકે તેમની અરજીમાં જીપીસીબીના અંકલેશ્વર ખાતેના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદી સહિતના અન્ય અધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. જો પોલીસ અને વહીવટીતંત્ર ફરિયાદના સંદર્ભમાં તટસ્થ તપાસ કરે તો અધિકારીઓનું પાપ છાપરે ચઢીને પોકારે તેવા દિવસો દુર નહિ હોવાનો ગણગણાટ શરૂ થઇ ગયો છે

.


SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

Leave a Reply

Your email address will not be published.