અંકલેશ્વરમાં વર્ષ દરમિયાન 1996.12 કિલો પ્લાસ્ટિકનો જથ્થો સીઝ

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

અંકલેશ્વર નગરપાલિકાએ વર્ષ 2019 દરમિયાન 1996.12 કિલો પ્લાસ્ટિક જથ્થો સીઝ કર્યો છે. એક વર્ષમાં 874 વ્યાપરી અને ફેરિયા પાસેથી પાલિકાએ રૂપિયા 1.30 લાખ ફટકાર્યો હતો. 50 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન બંધ કરવા NGTનો CPCBને આદેશ કર્યો છે. તો બીજી તરફ પાલિકાની દંડનીય કાર્યવાહી છતાં પ્લાસ્ટિક વેચાણ અને ઉપયોગ જારી છે. પ્લાસ્ટિક વધતો ઉપયોગ રોકવા પાલિકા દ્વારા 27 લાખના ખર્ચે કાપડની થેલી વિતરણ કરશે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ, સોલીડ વેસ્ટ અને બાયો મેડીકલ વેસ્ટ મામલે કેન્દ્ર સરકાર ગંભીરતા દાખવી રહી છે. અને પડકાર જનક આ ત્રણેય વેસ્ટનું દુષણ દૂર કરવા અનેક વિધ કાર્યકરો આપી રહી છે. તેમ છતાં હજી સુધી પરિણામ મળ્યું નથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પાલિકાએ પ્રતિબંધ તો મૂક્યો છે. પરંતુ તેનું પાલન થતું નથી. શહેરમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક વેચાણ થઇ રહ્યું છે. તંત્રનું ચેકીંગ આવે ત્યા સુધી પ્લાસ્ટિકનો જથ્થો ગૂમ થઈ જાય છે. બાકીના સમયે પ્લાસ્ટિકનો બેરોકટોબ ઉપયોગ થઈ રહ્યો છે. જે અંગે પાલિકા દ્વારા વારંવાર સરપ્રાઈઝ ચેકિંગ કરી દંડ પણ કરી રહ્યા હોવા છતાં તેનું સંપૂર્ણ પાલન કે બંધ કરવામાં હજી નહિવત સફળતા મળી છે.પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવી પરિસ્થિતિ જન્મી છે.

પાલિકા 27 લાખ ઉપરાંતના ખર્ચે કાપડની થેલીનું વિતરણ કરશે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા અગાવ શહેરમાં તમામ 30 હજારથી વધુ મિલકત ધારકોએ પ્લાસ્ટિકની લીલા અને સૂકા કચરાની ડોલ વિતરણ કરી હતી. જે બાદહવે આ તમામ મિલકત ધારકો પ્લાસ્ટિક બેંડ અંતર્ગત કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશેજેના માટે પાલિકા દ્વારા 27 લાખ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી હતી.

વેપારીઓનો કંપનીમાં ઉત્પાદન બંધ કરવા ઉલટો જવાબ અંકલેશ્વર વિવિધ સ્ટોર અને દુકાનો પૂછપરછ કરતા તેવો જણાવી રહ્યા છે. કે પ્લાસ્ટિકના ઝબલા છે, પણ જરૂરી લાગે તો જ આપીએ છીએ, પ્રતિબંધ છે પરંતુ અમને 50 માઈક્રોનથી જાડાઈવાળા ઝબલા મોંઘા પડે છે. તેમ સ્ટેશન રોડ પર દૂકાન ધરાવતા એક દુકાનદારે જણાવતા ઉમેર્યું હતું કે, તંત્રએ દુકાને દુકાને ચેકિંગ કરવાની જગ્યાએ ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાં જ બંધ કરાવવું જોઈએ.તો બજારમાં જ પાતળું પ્લાસ્ટિક ન આવી શકે. પરંતુ ત્યાં તંત્રના હાથ ટૂંકા પડે છે.

સમગ્ર દેશમાં 50 માઇક્રોનથી પાતળી થેલીઓનું ઉત્પાદન બંધ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)ને નિર્દેશ આપ્યા છે કે સમગ્ર દેશમાં ૫૦ માઇક્રોન્સ થી પાતળી પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સંપૂર્ણપણે બંધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવા આદેશ પણ સીપીસીબી અને જીપીસીબી કર્યા છે.

2019 વર્ષમાં 1996.12 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અંકલેશ્વર નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સમયાંતર ચેકિંગ કરવામાં આવે છે. દંડનીય કાર્યવાહી થઈ રહી છે. દંડ પણ મેક્સીમમ કરવામાં આવી રહ્યો છે. એક વર્ષમાં 1996.12 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં લોકોમાં જાગૃતતાનો કે પછી નીરસતાના પરિણામએ દુકાનદારો દ્વારા પ્લાસ્ટિક વેચાણ અને લોકો ઉપયોગ જારી છે.


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares