ઝંખવાવ ITIમાં પ્રવેશ લેવા ઈચ્છુક ઉમેદવારો તા.20 જુલાઈ સુધી અરજી કરી શકશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

માંગરોળ તાલુકાના ઝંખવાવ ITIમાં ઓગષ્ટ-ર021ના નવા તાલીમી પ્રવેશસત્રમાં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે તા.03 જુલાઈ થી ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તા.20 જુલાઈના રોજ સાંજના 05:00 કલાક સુધી સુધી અરજી કરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in અને https://talimrojgar.gujarat.gov.in વેબસાઈટ પર પ્રવેશફોર્મ ભરી શકશે.

નજીકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઈ-ગ્રામ સેન્ટર, પંચાયતઘર, સાયબર કાફેનો સંપર્ક કરીને પ્રવેશફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મની વિગતો ભર્યા બાદ ઉમેદવાર તેનું બારકોડેડ પ્રિન્ટ આઉટ મેળવી આ ફોર્મમાં જેટલી સંસ્થા માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે તમામ સંસ્થાઓના નામ તથા તે સંસ્થાનો કોડ નંબર લખી ફોર્મની નીચે સહી કરી ફોર્મ સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો અને બિડાણો (સ્વપ્રમાણિત) સામેલ કરવા. અને નજીકની સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સેલ્ફ ફાઈનાન્સ સસ્થાઓમાં રૂબરૂમાં ફોર્મ દીઠ રૂ.50/- ફી ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઝંખવાવના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •