નીટ-પીજી પરીક્ષા ચાર મહિના મોકૂફ, મેડિકલ ઇન્ટર્ન્સ, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીને કોવિડ સેવામાં જોતરાશે

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના માહમારીનો સામનો કરવા માનવ સંસાધનની માગને મુદ્દે યોજાયેલી બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા પછી મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે દેશમાં કોવિડ ફરજ માટે તબીબી પર્સનલ્સની ઉપલબ્ધતા વધશે. બેઠકમાં મેડિકલ ઇન્ટર્ન વિદ્યાર્થીઓને તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ પ્રબંધનમાં સામેલ કરવા મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તો એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો પણ તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ટેલીકન્સલ્ટેશન સેવા પુરી પાડવામાં અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓના મોનિટરિંગ માટે ઉપયોગ થઇ શકશે. આ નિર્ણયને પગલે હાલમાં કોવિડ ફરજ બજાવી રહેલા તબીબો પરનું દબાણ ઓછું થશે. પીજી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સેવાઓ ચાલુ રાખી શકાશે.પીજી વિદ્યાર્થીઓની નવી બેચ ના આવે ત્યાં સુધી તેમનો ઉપયોગ થઇ શકશે.

સમીક્ષા બેઠકમાં નીટ-પીજી કસોટી ઓછામાં ઓછા ચાર મહિના સુધી મોકુફ રાખવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ થતાં કોવિડ ડયુટી માટે આરોગ્ય કર્મીની ઉપલબ્ધતા વધશે. ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ પહેલાં પરીક્ષા લેવામાં આવશે તેમ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું. પરીક્ષાની તારીખની જાહેરાત કરતી વખતે વિદ્યાર્થી ઓછામાં ઓછા એક મહિના તૈયારી કરવાનો સમય મળે તેની તકેદારી રાખવામાં આવશે. આ નિર્ણયને પગલે કોવિડ ડયુટી માટે સંખ્યાબંધ યોગ્યતા પ્રાપ્ત તબીબો ઉપલબ્ધ રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને નીટ ઉમેદવારોને કોવિડ ફરજ માટે જોડવા માટે સઘન સંપર્ક કરવા જણાવવમાં આવ્યું છે.

બીએસસી- જીએનએમ નર્સને સોંપાશે ફરજ

બેઠકમાં એમ પણ ઠરાવવામાં આવ્યું હતું કે વરિષ્ઠ તબીબો અને નર્સની દેખરેખ હેઠળ બીએસસી/ જીએનએમ ઉત્તીર્ણ કરી ચુકેલી નર્સની સંપુર્ણ સમય માટે કોવિડ-૧૯ સેવાઓનો ઉપયોગ થઇ શકશે. બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેતાં જણાવવામાં આવ્યું હતું કે જે પણ તબીબી વિદ્યાર્થી કે કર્મી લઘુત્તમ ૧૦૦ દિવસની કોવિડ ડયુટીનો સ્વીકાર કરીને તેને પુરી કરશે તેને આગામી નિયમીત સરકારી ભરતીમાં અગ્રિમતા આપવામાં આવશે. કોવિડ સંબંધી સેવામાં ફરજ માટે તૈયારી બતાવનારા તબીબી વિદ્યાર્થી અને આરોગ્ય કર્મીઓને તેમને રસી આપવામાં આવશે. કોવિડ ૧૯નો સામનો કરવાની ડયુટીમાં જોતરાયેલા આરોગ્યકર્મીને સરકારની વીમા યોજાનોના પણ લાભ મળશે.

રાષ્ટ્રીય સેવા સન્માનથી નવાજવામાં આવશે 

૧૦૦ દિવસની કોવિડ ડયુટીનો સ્વીકાર કરીને તેને સફળતા પુર્વક પુરી કરનારા તમામ આરોગ્યકર્મીને ભારત સરકાર દ્વારા કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માનથી નવાજવામાં આવશે. કેન્દ્ર સરકાર ૧૬ જૂન ૨૦૨૦ના રોજ કોવિડ ડયુટી માટે તબીબોઅને નર્સને ફરજ સોંપણી સંબંધમાં ૧૬ જૂન ૨૦૨૦ના રોજ ગાઇડલાઇન જારી કરી ચુકી છે.

Source:


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares