શિક્ષણ વિભાગે અમદાવાદની 48 કોલેજોને નોટિસ ફટકારી, જાણો કારણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમદાવાદમાં શિક્ષણ વિભાગના મેગા જોબ પ્લેસમેન્ટમાં કેટલીક કોલેજોના સંચાલકે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોવાના કારણે શિક્ષણ વિભાગે આ કોલેજો સામે લાલ આંખ કરી છે અને 48 કોલેજોને નોટિસ પાઠવી છે. આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા મેગા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પૂર્વે શિક્ષણ વિભાગે તમામ કોલેજોના સંચાલકોને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ 130 જેટલો કોલેજોના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન આ મેગા જોબ પ્લેસમેન્ટમાં કરવામાં આવ્યું ન હતું. આ વાત શિક્ષણ વિભાગના ધ્યાને આવતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ અધિકારીઓ અને કોલેજોના સંચાલકોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં 48 જેટલી કોલેજના સંચાલકો કે પ્રોફેસરોએ હાજરી આપી ન હતી.

મીટિંગમાં હાજરી ન આપવાના અને જોબ પ્લેસમેન્ટમાં કોલેજોના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ન કરાવવા મામલે શિક્ષણ વિભાગ દ્વારા 48 કોલેજને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસનો ખુલાસો 5 દિવસમાં આપવા જણાવ્યું છે. એક તરફ ભણેલા યુવકો બેરોજગાર ન રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મેગા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે કોલેજોના સંચાલકોએ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ન કરાવતા એવું લાગી રહ્યું છે કે, કોલેજો વિદ્યાર્થીઓ સારા અભ્યાસ માટે નહીં પણ પૈસા કમાવવા માટે ચલાવવામાં આવતી હોય. આ 48 કોલેજોમાં અમદાવાદની નામચીન 6 કોલેજોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગે વધુમાં જણાવ્યુ છે કે, જો આ કોલેજો દ્વારા 5 દિવસમાં જવાબ નહીં આપવામાં આવ તો આ કોલેજોને મળતી ગ્રાન્ટ શિક્ષણ વિભાગ દ્વારા કેન્સલ કરી દેવામાં આવશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.