ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  મુંબઇઃ દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો સરકારના ત્રણ કૃષિ બિલને લઇને સરકારના વિરોધમાં ઉતર્યા છે.હવે આ મામલે બૉલીવુડ એક્ટ્રેસીસ પણ ટ્વીટર પર પોતાનો મત આપી રહી છે. જોકે, ખાસ વાત છે કે કંગના રનૌત અને સ્વરા ભાસ્કર આ મુદ્દે આમને સામને આવી ગઇ છે. બન્નેના ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.

ખેડૂત આંદોલન પર કંગનાએ એક ટ્વીટ શેર કર્યુ હતુ કે શાહીન બાગની દાદી પણ જોડાઇ ગઇ છે, અને ટાઇમ મેગેઝિનમાં જગ્યા બનાવી ચૂકેલી આ દાદી 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વાતને લઇને હવે સ્વરા ભાસ્કર કંગના પર ભડકી છે. તેને કહ્યું કે કંગનાનુ કામ ઝેર ફેલાવવાનુ છે, અને તેના ટ્વીટ એક એજન્ડા પ્રેરિત છે. સ્વરાએ કહ્યું કંગનાનુ આ નિવેદન અપમાનજનક અને ઘટિયા પ્રકારનુ છે.

(ફાઇલ તસવીર)

સ્વરાએ કહ્યું કે, કંગના ઘરડાઓ વિરુદ્ધ ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહી છે, તે પહેલા જયા બચ્ચન જેવા સીનિયર્સ વિરુદ્ધ આવી જ ભાષાનો ઉપયોગ કરી ચૂકી છે. કંગનાની ભાષા સહન કરવાલાયક નથી. એટલુ જ નહીં સ્વરા ભાસ્કરે દિલજીત દોસાંજના આ મુદ્દાની પ્રસંશા કરી છે. તેને કહ્યું દિલજીત યોગ્ય મુદ્દાને લઇને બોલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કંગના અને દિલજીત વચ્ચે અગાઉ ટ્વીટર વૉર થઇ ચૂક્યુ છે.

ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે (ફાઇલ તસવીર)

ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •