લોકડાઉન દરમિયાન આ બોલીવૂડ સિંગર રસ્તા પર ઉતરી ગરીબોને પહોંચાડે છે ખાવાનું

SHARE WITH LOVE

મુંબઈ: કોરોના સંકટમાં લાગુ લોકડાઉન દરમિયાન તમામ બોલીવૂડ સ્ટાર પોતપોતાની રીતે કોરોના પીડિતો, ગરીબો અને જરુરિયાતમંદ લોકોની મદદની કોશિશ કરી રહ્યા છે. એવામાં આ સ્ટાર્સમાં હવે જાણીતા ગાયક મિકા સિંહનું નામ જોડાયું છે જે પોતાના ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબો અને જરુરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવાનું કામ કરે છે. ઉલેખ્ખનીય છે કે સિંગર મિકા સિંહ આજે પોતાને ગરીબોને જમવાનું પહોંચાડવા માટે મુંબઈના ઓશિવાર સ્થિતિ એક બસ્તીમાં પહોંચ્યા હતા.  તેની સાથે લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી અને અભિનેતા વિંદુ દારા સિંહ પણ ગરીબોને ફૂડ પેકેટ આપતા જોવા મળ્યા હતા.

મીકા સિંહની ચેરિટી સંસ્થા ડિવાઈન ટસના માધ્યમથી છેલ્લા બે સપ્તાહથી ફરી ફરીને મુંબઈના  1,000 લોકોને ફૂડ પેકેટ્સ આપી રહ્યા છે. જરુરીયાતમંદ લોકોની લાંબી લાઈનમાં ઉભેલા તમામ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યા બાદ મીકા સિંહે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું, ‘દરેક લોકો એક વિચારે કે તેઓ દરરોજ નહી પરંતુ વર્ષમાં એક વખત પણ લોકો માટે લંગર લગાવશે તો આ દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો નહી સુવે.'

મીકા સિંહે એબીપી ન્યૂઝને જાણકારીએ આપી કે મુંબઈમાં તેમના ડિવાઈન ટચ ફાઉન્ડેશનના માધ્યમથી છેલ્લા બે સપ્તાહથી ગરીબોને જમવાનું આપવાનું ચાલુ છે તો દિલ્હીમાં છેલ્લા એક વર્ષથી દરરોજ 1,000 લોકોને લંગરના માધ્યમથી જમાડવાનું કામ અવિરત ચાલુ છે.

મીકાએ જણાવ્યું કે ફૂડ પેકેટમાં દાળ-ભાત, ક્યારેક રાજમા-ભાત તો ક્યારે મીઠા ભાત હોય છે. આ સાથે જ લોકોમાં બિસ્કિટના પેકેટ્સ પણ આપવામાં આવે છે. મીકા કહે છે, લોકોએ સોશિયલ મીડિયામાં મદદનો દેખાડો કરવાના બદલે આગળ આવી લોકોની મદદ કરવી જોઈએ. આ કોઈ મુશ્કેલ કામ નથી.

મીકા સિંહના મિત્ર વિંદુ દારા સિંહે કહ્યું, મીકા આ રીતે લોકોની સેવા કરી ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તેની ગણતરી એવા લોકોમાં થાય છે જે કામ વઘારે  અને દેખોડો ઓછો કરે છે. મીકા સિંહે કહ્યું, ‘એક દિવસ હું અને વિંદુ લોકોની મદદ કરવાને લઈ વાતચીત કરી રહ્યા હતા તો મે વિંદુને કહ્યું આ લંગરમાં મારી સાથે જોડાઈ અને આ કામમાં મારી મદદ કરે.'

ગાયિકા ભૂમિ ત્રિવેદી પણ પોતાના હાથે ગરીબોમાં ફૂડ પેક્ટ્સ આપતી જોવા મળી હતી. આ દરમિયાન એબીપી ન્યૂઝને તેણે કહ્યું, મારી પાસે કહેવામાં માટે કંઈ નથી. હું આ રીતે લોકોની મદદ કરી ખૂબ જ ખુશ છુ અને મારા માટે આ સૌભાગ્યની વાત છે.
Source link

SHARE WITH LOVE