વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

SHARE WITH LOVE


‘શેરશાહ’ ફેઇમ એક્ટ્રેસ કિયારા અડવાણીના કાર કલેક્શનમાં નવી લક્ઝરી કાર Audi A8 L સામેલ થઇ છે. ઓડી ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર કાર સાથે કિયારાની એક તસવીર શેર કરી હતી. જાણો શું છે આ કારની ખાસિયત અને કિયારા પાસે કઇ કઇ કાર છે.

લક્ઝરી સેગમેન્ટની સેડાન Audi A8 Lમાં 2995ccના 6 સિલેન્ડર વાળું પેટ્રોલ એન્જિન છે. આ 335 bhpની મૈક્સ પોવર અને 500 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાંચ  સીટર કાર 5.7 સેકન્ડમાં 100ની સ્પીડ પકડે છે. કારની ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઇન્ડિયન માર્કેટમાં આ કાર સાત કલરમાં મળે છે. જેમાં ઓટોમેટિક ગિયર બોક્સ આપવામાં આવ્યું છે અને તેમાં એક વખતમાં 72 લીટર સુધી પેટ્રોલ ભરી શકાય છે. ઇન્ડિયન માર્કેટમાં Audi A8 Lના સાત કલર વેરિઅન્ટ મળે છે. બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ બ્લેક કલરની Audi A8 Lને પોતાના કલેક્શનમાં સામેલ કરી છે.

Audi A8 Lમાં લેધર સ્ટીયરિંગ વ્હીલ, ટેકોમીટર, લેધર સીટ્સ, લેધર ગિયર શિફ્ટ સિલેક્ટર, ડિલિટલ ક્લોક, સિગરેટ લાઇટર, ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ સીટ્સ જેવા શાનદાર ઇન્ટીરિયર ફીચર્સ છે. જ્યારે એક્સટીરિયર ખૂબ શાનદાર લૂકમાં આવે છે. જેમાં 10.1 ઇંચની ઇફોટેનમેન્ટ સ્ક્રીન, ફ્રન્ટ અને રિયર સ્પીકર્સ છે જે મનોરંજનનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. Audi A8 L એક્સ શો રૂમ પ્રાઇઝ 1.56 કરોડ રૂપિયા છે. તે સિવાય કિયારાના કલેક્શનમાં BMW X5, Mercedes-Benz E-Class અને BMW 530D જેવી લક્ઝરી કાર સામેલ છે.

Source link


SHARE WITH LOVE