સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો….

SHARE WITH LOVE


Priyanka Chopra Removes Jonas Surname: બોલિવૂડ અને હોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી  ‘જોનસ’ સરનેમ હટાવી છે. ત્યારથી તેના અને પતિ નિક જોનાસ(Nick Jonas)ના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાના માતા મધુ ચોપરાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધુ ચોપરાનું કહેવું છે કે ‘આ બધુ બકવાસ છે અને તેણે અફવાઓ ન ફેલાવવા  વિનંતી કરી છે. પ્રિયંકાની માતાનું કહેવું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ 2018માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ પછી પ્રિયંકા ચોપરા ઘણીવાર પતિ નિક જોનાસ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. લગ્ન બાદ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના નામ સાથે ‘જોનાસ’ સરનેમ એડ કરી હતી. પરંતુ આજે અચાનક જોનાસ સરનેમ હટાવતા અફવાઓનું બજાર ગરમાયું હતું. પ્રિયંકાના આ પગલા પછી તરત જ અફવાઓનો દોર ગરમાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરવામાં આવ્યો કે નિક જોનાસ અને પ્રિયંકા વચ્ચે બધુ બરાબર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાની અટક ‘જોનાસ’ હટાવી દેવી એ અભિનેત્રી અને તેના પતિ નિક જોનાસ વચ્ચે સંભવિત ‘છૂટાછેડા’નો સંકેત હોઈ શકે છે. અચાનક આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા, જે પછી પ્રિયંકા ચોપરાના માતાએ કહ્યું કે આ બધું બકવાસ છે. આ સાથે તેણે અફવા ન ફેલાવવા વિનંતી કરી હતી. પ્રિયંકાની માતાનું કહેવું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ સાઉથ એક્ટ્રેસ સામંથાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેના પતિ નાગા ચૈતન્ય અક્કીનેનીની સરનેમ ‘અક્કીનેની’ હટાવી દીધી હતી. આ પછી સામે આવ્યું કે સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા થઈ ગયા. આવી સ્થિતિમાં, સંભવિત છૂટાછેડાને લઈને અહેવાલોમાં ચર્ચાઓ થવા લાગી હતી. Source link


SHARE WITH LOVE