એક્ટર કુશલ પંજાબીનું 37 વર્ષની વયે નિધન, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ટેલિવિઝન એક્ટર કુશલ પંજાબીનું 37 વર્ષની વયે નિધન થયું છે. કુશલ છેલ્લે ટીવી સીરિયલ ‘ઈશ્ક મેં મરજાવાં’માં ડેનીના રોલમાં જોવા મળ્યો હતો. કુશલના અવસાનના સમાચારથી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કુશલના નજીકના મિત્ર કરણવીર બોહરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કુશલના નિધનના સમાચાર આપ્યા હતા.

કરણવીર બોહરાએ કુશલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું, “તારા મૃત્યુના સમાચારે મને હચમચાવી નાખ્યો છે. મારું મન હજુ માનવા તૈયાર નથી. મને ખબર છે હવે તું સારી જગ્યાએ છે પરંતુ આ સમજી શકાય તેવું નથી. તું જે રીતે તારી જિંદગી જીવ્યો તેનાથી મને ઘણી પ્રેરણા મળી છે. ડાન્સ માટે તારો જુસ્સો, ફિટનેસ, બાઈકિંગ, પિતૃત્વ અને આ બધાથી ઉપર તારો હસતો ચહેરો, હંમેશા ખુશ રહેવાનો અને પ્રેમાળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. હું તને ખૂબ યાદ કરીશ કુશલાની. જિંદગીને મન ભરીને જીવનારા વ્યક્તિ તરીકે હંમેશા યાદ રહીશ.”

ઉલ્લેખનીય છે કે, 37 વર્ષની ઉંમરે કુશલનું નિધન થયું છે. જો કે, તેના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નહોતું. પરંતુ હવે સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, કુશલે આત્મહત્યા કરી લીધી છે. કુશલનો મૃતદેહ ગઈકાલે રાત્રે તેના ઘરમાંથી લટકતો મળ્યો હતો. કુશલે બે દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર દીકરા સાથે તસવીર શેર કરી હતી.

કરણવીર બોહરાની પોસ્ટ પર સેલિબ્રિટીઝની કોમેન્ટ્સ આવી રહી છે. આ જાણીને તમામ સેલેબ્સ આઘાતમાં છે. શ્વેતા તિવારીએ લખ્યું, “શું? ઓહ માય ગોડ! ક્યારે? કેવી રીતે?” એક્ટર રવિ દૂબેએ લખ્યું, “શું?” વિકાસ કાલંતરીએ લખ્યું, “શું? આ ક્યારે થયું? ખૂબ જ દુઃખદ. માન્યામાં નથી આવતું. તેની આત્માને શાંતિ મળે. આઘાતમાં છું.”

વર્કફ્રંટની વાત કરીએ તો, કુશલે નવેમ્બર 20015માં ઓડ્રી ડોલ્હેન (Audrey Dolhen) સાથે લગ્ન કર્યા હતા. કપલનો એક દીકરો છે કિઆન. કુશલે લવ મેરેજ, સીઆઈડી, દેખો મગર પ્યાર સે, કભી હાં કભી ના, કસમ સે, શશશશશ….ફિર કોઈ હૈ, જિંદગી વિન્સ વગેરે જેવી સીરિયલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કુશલે કામ કર્યું હતું.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •