કલંક

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

વરૂણ ધવન (ઝફર), આલિયા ભટ્ટ (રૂપ), આદિત્ય રોય કપૂર (દેવ ચૌધરી), માધુરી દિક્ષિત (બહાર બેગમ), સોનાક્ષી સિન્હા (સત્યા), સંજય દ‌ત્ત (બલરાજ ચૌધરી), કૃણાલ ખેમુ (અબ્દુલ) અને પવન ચોપરા (ધરમપાલ).

ફિલ્મ જોતાં દર્શકના મનમાં સવાલ જાગે કયું ‘કલંક’ મીટાવવા આટલા દિગ્જ કલાકારો એકેએકની સામે શતરંજના દાવ રમી રહ્યાં છે. વધુમાં કાયરા અડવાણી અને કીર્તિ સાનોન સ્પેશિયલ એપિયરન્સમાં અને હિતેન તેજવાની (અહમદ) તો ખરો જ.

પાંચ પ્રોડ્યુસરમાં જાણીતુ નામ કરણ જોહર. સ્ટોરી : શીહાની ભથીજા, સંવાદ : હુસેન દલાલ : સ્ક્રીન પ્લે : અભિષેક વરમાન, દિગ્દર્શક : અભિષેક વરમાન.

‘કલંક’ માં શી વાર્તા છે ? કયા સમયની વાત છે ? ઉપર જણાવેલા કલાકારોનું એકમેક સાથેનું સગપણ, દોસ્તી, દુશ્મની, પ્રેમ, ક્રોધ, પતિ-પત્ની, પ્રેમિકા, બેવફા બધા જ શબ્દોના અર્થ જેમ જેમ ફિલ્મ જોતાં જઈએ તેમ સમજાય. વર્ષ ૧૯૪૫, આઝાદી પૂર્વે હુસેનાબાદ જ્યારે ચૌધરી પરિવાર અને ક્રૂર, તોફાની અને જેમની રગેરગમાં, સંગીત વહેતું એવા મુસ્લિમો હિરામંડી વિસ્તારમાં જમીનના બટવારા માટે દાવપેચ ખેલતા રૂપ ચૌધરી અને ઝફર વચ્ચે પ્રેમના અંકુર ફૂટે, અને એક પછી એક સાત પાતાળમાં ઘરબાય ગયેલા સત્યો, રહસ્યો જે બહાર આવે અને સર્જે વિનાશગાથા.

સ્ટોરીલાઈનમાં જે લખ્યું છે એનો ભાવાનુવાદ છે. સંગીત અંકિત અને સંચિત બલહારાનું છે. સેટીંગ જબરદસ્ત છે, એનું ડેકોરેશન લાજવાબ પ્રવિણ ટામ્બે એ કર્યું છે.

મહેલમાંથી બહાર બેગમને (માધુરી દિક્ષિત) ત્યાં સંગીત શીખવા આલિયા ભટ્ટ (રૂપ) એની બગી અને પાણીમાં તરતી હલેસા મારતી હોડીમાં આવે અને જાય અને જે ઝુમ્મર, દિવા – મશાલ પ્રગટતા દ્રશ્યો અદ્વિતીય. ફરી એકવાર માનસ પટ પર સંજય લીલા ભનશાલી આવ્યા વગર રહેશે નહિં.


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published.