પ્રિયા પ્રકાશનો જાદૂ, Video જોઈને ચોક્કસ યાદ આવી જશે સ્કૂલના દિવસો

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

પ્રિયા પ્રકાશને તેના એક ગીતથી રાતોરાત ભારે લોકપ્રિયતા મળી ગઈ છે


મુંબઈ : ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલા ટીઝરે માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશ વોરિયરને રાતોરાત આખા દેશમાં લોકપ્રિય બનાવી દીધી હતી. આ ટીઝરના કારણે પ્રિ્યાના રાતોરાત લાખો ચાહકો બની ગયા. આ ટીઝરમાં પ્રિ્યાના આંખના ઇશારાઓએ લાખો લોકોને પોતાના સ્કૂલ રોમેન્સની યાદ કરાવી દીધી હતી. હવે આ ફિલ્મના જ બીજા એક ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આ્વ્યું છે. આ ગીતમાં પણ પ્રિયા અને રોશન અબ્દુલનો નિર્દોષ સ્કૂલ રોમેન્સ દર્શાવવામાં આવ્યો છે.

આ ગીત લેખ પેયર્લે માન્યેએ લખ્યું છે. કરોડો યુવાનોના દિલ પર કબજો કરી લેનારી વાઇરલ ગર્લ અને એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ કમાણીના મામલામાં નવા રેકોર્ડ બનાવી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરતી અનેક સેલિબ્રિટીઓને પાછળ છોડી દીધી છે. હકીકતમાં પ્રિયાના અનેક વીડિયો વાઇરલ થયા પછી તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 50 લાખ કરતા પણ વધી ગઈ છે જેના પગલે પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક બ્રેન્ડનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિયા ટીવીના એક રિપોર્ટ પ્રમાણે પ્રિયા પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂ. ચાર્જ કરે છે. 


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.