ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર સજ્જ?

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યા પછી હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ ધોધમાર વારસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ, સુરત, સાબરકાંઠા અને દાહોદમાં NDRFની ટીમ ખડકી દેવામાં આવી છે. આ તમામ જગ્યા પર વહીવટી તંત્ર દ્વારા સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. ગત વર્ષોમાં સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વરસાદની પહેલા જ લોકોની સુરક્ષાને ધ્યાને લઇને NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વારસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં વહીવટીતંત્ર અત્યારથી જ સતર્ક થઈ ગયું છે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા TDO, મામલતદાર અને પ્રાંત અધિકારીઓ તેમજ કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને વન વિભાગને સતર્ક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ઊંચાણવાળા વિસ્તારોની પણ પસંદગી કરવામાં આવી છે. કારણ કે, જો લોકોના સ્થળાંતર કરવાની જરૂરીયાત જણાય તો આ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ-જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, તેમ-તેમ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.