આઝાદીના ૭૨ વર્ષ બાદ પણ ડેડીયાપાડાના શામળઘાટ ગામમાં પ્રાથમિક શાળા નથી!

SHARE WITH LOVE
 • 623
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  623
  Shares

રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં આઝાદીના ૭૨ વર્ષ બાદ પણ ગામના બાળકોને અભ્યાસ માટે પ્રાથમિક શાળા ન હોવાથી બાળકોને અન્ય ગામની શાળામાં અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે.ડેડીયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં એક પણ પ્રાથમિક શાળા નથી એ ખુબજ શરમજનક બાબત છે એક તરફ સરકાર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે જેવા અનેક કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી પ્રસિદ્ધિ મેળવે છે ત્યારે નર્મદા જિલ્લાના આવા ગામો શાળા સહીત અનેક સુવિધાઓ થી વંચિત છે આ ગામમાં શાળા ન હોવાથી ગામના બાળકોને બત્રીસ કિલોમીટરનો સાગબારા તાલુકાના નાની મોગરી ગામની શાળામા અભ્યાસ કરવા જવું પડે છે.

રાજ્ય સરકાર ભણશે ગુજરાત ગણશે ગુજરાત અને દોડશે ગુજરાત જેવી મોટી વાતો કરી રહી છે.અને ભણતરના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી કરીને શાળા પ્રવેત્સોવ, કન્યા કેળવણી,ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમો કરે છે ત્યારે આવા કાર્યક્રમો અર્થહીન લાગે છે જેનું મોટામાં મોટું ઉદાહરણ ડેડિયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં આજે પણ આઝાદી ના ૭૨ વર્ષ બાદ શાળા નથી એ ગણી શકાય ગામમાં ૧ થી ૫ ધોરણની પ્રાથમિક શાળા પણ આપવામાં આવી નથી જેના કારણે શામળઘાટ ગામેથી રાલદા ચોકડીથી ગુણવદ થઈ અંદાજે 32 કિલોમીટર દૂર આવેલ સાગબારા તાલુકાના નાની મોગરી ગામે શિક્ષણ મેળવવા માટે જતા બાળકો આવવા જવામાંજ લોથપોથ થઈ જતા હોય ત્યારે એમનું ભણતર કે ભવિષ્ય શું હોય ! હાલ તો બાળકો શામળઘાટથી નાની મોગરી ગામે અભ્યાસ કરવા ખેતરો માંથી પગદંડી રસ્તે ચાલીને જાય છે અને આ પગદંડી રસ્તે બે મોટા ગામના કોતર પસાર કરવાના હોય ચોમાસા ઋતુમાં આ કોતર માથી વરસાદી પાણીનુ વહેણ છલોછલ પુરજોશમાં વહે છે કે ચોમાસાની ઋતુમાં બાળકોએ ચાર મહિના શિક્ષણ થી વચિત રહેવું પડે છે ચોમાસાના સમય ગાળામાં રાલદા ચોકડીથી ગુણવાદ થઈ સાગબારા તાલુકાના નાની મોગરી ગામે અભ્યાસ કરવા આવવું પડે જેથી અહીંના બાળકો પર શિક્ષણ મેળવવા પાછી પાની પણ કરતા જોવા મળે છે જોકે શામળઘાટ ગામના કેટલાક બાળકો તો દેડીયાપાડા તાલુકા મથકે ખાનગી શાળાઓમાં તેમજ સંસ્થાઓની આશ્રમ શાળાની છાત્રાલયોમાં અભ્યાસ કરવા મજબૂર બની ભણી રહ્યા છે ગામમાં ૧ થી ૫ ધોરણ સુધીની પ્રાથમિક શાળા ન હોવાથી અહીના લોકોએ પોતાના બાળકો શિક્ષણ થી વંચિત ના રહે એ માટે બહાર ગામે અભ્યાસ કરવા મૂકવા પડી રહ્યા છે.ગામ લોકોએ પ્રાથમિક શાળા ની માંગણી પણ કરી હોવા છતાં આજદિન સુધી તંત્રની ઊંઘ ઉડી નથી વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર ના અધિકારીઓ તેમજ નેતાઓ આજદિન સુધી ગ્રામજનોની સમસ્યાનો અંત લાવી શક્યા નથી .ગામજનોના કહેવા પ્રમાણે અંદાજે ૨૫ થી વધુ બાળકો અભ્યાસ માટે જુદી જુદી શાળાઓમાં બહાર ગામ જાય છે જેથી વાલીઓને આર્થીક નુકસાન વેઠવું પડી રહયું છે આ ગામમા શાળાની સમસ્યા ક્યારે દૂર થશે અને બહેરી સરકાર ક્યારે સાંભળશે એ જોવું રહ્યું .


SHARE WITH LOVE
 • 623
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  623
  Shares

Leave a Reply

Your email address will not be published.