ભરૂચ:૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની કાર્યક્રમની ઉજવણી ઝઘડીયા

SHARE WITH LOVE
 • 219
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  219
  Shares

આજ રોજ ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની કાર્યક્રમની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સેન્ટ ઝેવિયસૅ સ્કૂલ ખાતે થઈ. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ( સ્પીકર ) શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ ડી વસાવા, ભરૂચ જિલ્લા કલેકટર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઈ પટેલ ,નર્મદા સુગર વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, જઘડીયા તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા તેમજ રશમીકાંત પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા.
જય હિન્દ

આપણે ભારતની આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છીએે. આખો દેશ હર્ષોલ્લાસમાં છે. પરંતુ આપણી આઝાદી એક કઠિન રાહ પરથી પસાર થઈને અને ઘણી કુરબાની આપીને હાંસલ થઈ હતી. આ વીતેલા ઇતિહાસના પાનાં ઉપર નજર કરીએ તો એ સ્મૃતિ તાજી થાય અને એ બલિદાનોની વાતો જાણીને આંખ આજે પણ ભીની થઈ જાય.  અંગ્રેજો પહેલાં ભારત પર મોગલોનું શાસન હતું અને તેમણે પોતાના રાજકીય અને આર્થિક લાભ માટે આપણી ધરતીનો ઉપયોગ કર્યો. સન ૧૬૦૦માં જ્યારે અંગ્રેજોએ વ્યાપારના ઉદ્દેશ સાથે ભારતમાં પ્રવેશ કર્યો હતો, તો મોગલ સમ્રાટને એ વાતની આશંકા પણ ન હતી, એ અંગ્રેજ વ્યાપારના બહાને તેમને જ રાજ્યમાંથી હાંકી કાઢશે. વ્યાપારની આડમાં દેશ પર પોતાનો અધિકાર જમાવવાની રણનીતિ ધીરે ધીરે કારગત થઈ હતી.

ભારત ૧૯૪૭ થી ૨૦૧૯

ઓગસ્ટ ૧૯૪૭

અચાનક આઝાદી અને ભાગલાની જાહેરાત થઈ. લાખો લોકો પોતાના મકાન, મિલકતો છોડીને ચાલતા થયા. કેટલાય લોકોને જબરદસ્તી ભારત અને પાકિસ્તાન મોકલી દેવાયા. વિશ્વનું સૌથી મોટું કોમ્યુનલ માઈગ્રેશન થયું. કોમી રમખાણોના પગલે મોટો નરસંહાર પણ થયો. ભારતને ખૂબ મોટો સમય લોકોને થાળે પાડવામાં લાગ્યો હતો.

Like Us:

ઓક્ટોબર ૧૯૪૭

આઝાદી સમયે અલગ થવાની બાંગો પોકારનાર કાશ્મીરનો રાજા હરિસિંહ પાકિસ્તાનના આક્રમણ બાદ દૂમ દબાવીને ભાગ્યો અને ભારતને શરણે આવ્યો. ભારત સાથે અનેક શરતો કરીને જોડાયો અને હાલમાં પણ ભારતે એ પીડા ભોગવી રહ્યો છે.

જાન્યુઆરી ૧૯૫૦

ભારતના સૌથી મોટા દસ્તાવેજ એવા બંધારણનો અમલ કરવામાં આવ્યો. લોકશાહીના મૂલ્યોના દસ્તાવેજ સમાન બંધારણને લોકો માટે અમલી બનાવાયું. તેના આધારે જ લોકોના મૂળભૂત હક અને ફરજો નક્કી કરવામાં આવ્યા.

ઓક્ટોબર ૧૯૬૨

તે સમયે ચીને ભારત ઉપર હુમલો કરી દીધો અને તેની સરહદ નજીક આવેલો ભાગ પચાવી પાડયો. આજે પણ કેટલોક ભાગ તે પોતાના કબજા હેઠળનો જ બતાવે છે. તિબેટ અને અરુણાચલ મુદ્દે આજની તારીખે પણ વિવાદ ચાલી રહ્યા છે.

સપ્ટેમ્બર ૧૯૬૫

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫માં ત્યારબાદ ૧૯૭૧માં અને છેલ્લે ૧૯૯૯માં યુદ્ધ થયા. પહેલી બે વખત યુદ્ધ થયા ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી કે, બંને પોતાની સરહદોની મર્યાદા જાળવશે. તેમ છતાં પાકિસ્તાને ૧૯૯૯માં કારગિલ ઉપર કબજો જમાવ્યો. ત્યારે ભારતે યુદ્ધ કરીને તેની હાલત વધારે કફોડી કરી નાખી હતી.

૧૯૭૫ થી ૧૯૭૭

ભારતીય ઈતિહાસમાં જેની સૌથી વધુ ટીકા થઈ તેવા બે વર્ષ. ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી. તેમણે તમામ વિરોધીઓને જેલમાં નાખી દીધા, સમગ્ર દેશનો કમાન્ડ પોતાના હાથમાં લઈ લીધો અને ચારેતરફ દમનનું વાતાવરણ સર્જાયું હતું.

જાન્યુઆરી ૧૯૭૯

અનામતની માગણી જાહેર થઈ. સામાજિક રીતે પછાત વર્ગના લોકો દ્વારા અનામતની માગણી કરવામાં આવી હતી. ૧૯૭૯માં મોરારજી દેસાઈ દ્વારા મંડલ કમિશનની રચના કરવામાં આવી ત્યારબાદ અનામત મુદ્દે જે રાજકીય હુતાશન પ્રગટયો તે આજે પણ દેશને દઝાડી રહ્યો છે.

ઓક્ટોબર-નવેમ્બર ૧૯૮૪

૧૯૮૪ ફરી એક વખત ભારતીય રાજકારણ માટે ગમખ્વાર સાબિત થયું. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે કરાયેલા ઓપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના સુરક્ષા જવાન દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ સમગ્ર દેશમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. અંદાજે ૮,૦૦૦થી વધુ શીખોની હત્યા કરવામાં આવી હતી.

૧૯૯૨ ભાજપ, શિવસેના અને વીએચપીના કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડવામાં આવી હતી. ત્યારબાદ દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. કોમવાદી સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ થઈ ગઈ. તે સમયથી દરેક ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમના સંબંધો અને રામ મંદિર મુદ્દો ચર્ચાનો વિષય બની ગયા.

૧૯૯૧ લાઈસન્સ રાજનો અંત આવ્યો. ભારતે પહેલી વખત કેપિટાલિઝમ અને સોશિયાલિઝમની વચ્ચેનો રસ્તો પસંદ કર્યો. તત્કાલિન નાણામંત્રી મનમોહનસિંહ અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવ્યા. તેમણે લાઈસન્સ રાજનો અંત આણ્યો અને ઉદારમતવાદ અપનાવ્યો.

ફેબ્રુઆરી ૨૦૦૨

કેટલાક મુસ્લિમ તત્ત્વો દ્વારા અયોધ્યાથી પરત આવી રહેલી ટ્રેમને ગોધરા ખાતે સળગાવી દીધી હતી. તેમાં ૫૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણનો દાવાનળ સળગ્યો હતો. આ ઘટનાના સમગ્ર વિશ્વમાં પડઘા પડયા હતા.

જાન્યુઆરી ૨૦૦૯

ભારત સરકાર દ્વારા તેની સૌથી મોટી યોજના આધાર યોજનાને લોન્ચ કરવામાં આવી. દેશના ૧૨૦.૭૭ કરોડ લોકો માટો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા યોજના શરૂ કરવામાં આવી. દરેક વ્યક્તિને તેની ઓળખ માટે એક નંબર આપવામાં આવ્યો. આ યોજના બાદ અનેક રાજકીય વિવાદો થયા હતા.

૨૦૧૬

ભાજપ સરકાર દ્વારા પેરેલલ ઈકોનોમિની બંધ કરવા માટે નોટબંધીનો મોટો નિર્ણય લેવાયો. ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની નોટો બંધ કરવામાં આવી. તેના સ્થાને ૫૦૦ની નવી તથા ૨૦૦૦ની નોટ ચલણમાં લાવવામાં આવી. ભાજપ સરકારનો આ એક એવો નિર્ણય હતો જે વૈશ્વિક રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો.

૨૦૧૭

ભાજપ સરકાર દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. એક દેશ એક ટેક્સ યોજના હેઠળ ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો. ત્યારથી દરેક ઉત્પાદનો અને સેવા ઉપર વિવિધ ટેક્સ લાગવાને બદલે માત્ર સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી લાગુ કરવામાં આવ્યો.

૨૦૧૮

પાકિસ્તાની કરતૂતોને પગલે ભાજપ સરકાર દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા પીઓકેમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી. ત્યાં આવેલા આતંકવાદી લોન્ચપેડનો સફાયો કરીને અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા.

૨૦૧૯

ફરી એક વખત આતંકવાદનું ભૂત ધુણ્યું અને પુલવામા ખાતે મોટો હુમલો કરવામાં આવ્યો. ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા. આ ઘટનાનો બદલો લેતા ભારતે ફરી એક વખત પીઓકે ઉપર એર સ્ટ્રાઈક કરી. કેટલાક લોન્ચપેડ નષ્ટ કર્યા જેમાં ૩૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. વિંગ કમાન્ડર અભિનંદરને મીગ-૨૧ની મદદથી પાકિસ્તાનને અમેરિકા તરફથી દાનમાં મળેલા એફ-૧૬ને તોડી પાડયું. પાકિસ્તાને તેને પકડી પાડયો પણ છોડી દેવો પડયો.

૭૩ વર્ષ પહેલાં ૭૫ કરોડ લઈને જ અલગ થયું હતું પાકિસ્તાન

આજની તારીખે પાકિસ્તાનની વસ્તી ૨૦ કરોડથી વધુ છે અને તે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો છઠ્ઠો દેશ છે. ૧૯૫૧ની વસ્તી મુજબ આઝાદીના સમયે પાકિસ્તાનની કુલ વસ્તી સાડા સાત કરોડ હતી. એ સમયે પાકિસ્તાનને ભારતે ૭૫ કરોડ રૂપિયા આપ્યા હતા. એ નાણાં આર્થિક મદદરૂપે પાકિસ્તાનને મળ્યા હતા. છતાં આજે પાકિસ્તાનની આર્થિક હાલત સાવ કથળી ગઈ છે !

આઝાદી વખતે કોને શું મળ્યું ?

ભાગલા સમયે પાકિસ્તાનને અચલ સંપત્તિનો ૧૭.૫ ટકા હિસ્સો મળ્યો હતો, જ્યારે ભારતના ભાગે ૮૨.૫ ટકા હિસ્સો આવ્યો હતો. આ અચલ સંપત્તિમાં મુદ્રા, સિક્કા, પોસ્ટલ અને રેવેન્યુ સ્ટેમ્પ, ગોલ્ડ રિઝર્વ અને આરબીઆઇની સંપત્તિ સામેલ હતી. બંને દેશોની વચ્ચે ચલ સંપત્તિની વાત કરીએ તો અહીં ભાગલાની ફોર્મ્યુલા ૮૦-૨૦ના ગુણોત્તરમાં હતી, જેમાં સરકારી ટેબલ, ખુરશીઓ, સ્ટેશનરી, લાઇટબલ્બ, ઇન્કપોટ્સ અને બ્લોટિંગ પેપર પણ સામેલ હતાં ! જ્યારે ભાગલા પડયા, તો એ સમયે બંને દેશોની આર્થિક સ્થિતિ લગભગ એક સરખી હતી.

૭૩ વર્ષમાં પાકિસ્તાની રૂપિયો બેહદ ઘસાયો

યાદ રહે કે ૧૯૪૭માં પાકિસ્તાનના ચલણનું ખાસ મૂલ્ય હતું. એ સમયે એક અમેરિકી ડોલર ૧૨.૧૫ રૂપિયા બરાબર હતો, જે આજની તારીખે વધીને ૧૬૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે ગયા વર્ષે ૧૮ ઓગસ્ટ, ૨૦૧૮ના દિવસે પાકિસ્તાની રૂપિયો ૧૨૩.૩૫ પર હતો, એ પહેલાં ૨૦૦૬માં એક અમેરિકી ડોલરનું મૂલ્ય ૧૦૪ પાકિસ્તાની રૂપિયો હતો.વાસ્તવમાં ખોટી નીતિને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકટમાં ઘેરાયેલી છે. સાથે રૂપિયામાં સતત થતા ઘસારાએ સંકટ વધારી દીધું છે, તેનું કારણ એ છે કે વિદેશી દેવું ઝડપથી વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૭ સુધી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ૭ ટકાના ર્વાિષક દરે ઘટી રહી હતી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં કૃષિનું યોગદાન ઝડપથી ઘટી ગયું છે. રાજકીય ઊથલપાથલને કારણે આજે આપણો પડોશી દેશ દેવાળિયો થવાને આરે છે.

આઇએમએફે ૬ અબજ ડોલરની લોન આપી, પણ શરત સાથે !

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી ૬ અબજ ડોલરની લોન લઈ રહ્યું છે, પરંતુ આ લોન સાથે આઇએમએફે પાકિસ્તાન પર કડક શરતો પણ લાદી દીધી છે, જેને ઇમરાન સરકારે પણ સ્વીકારી લીધી છે. પાકિસ્તાને આગામી ૧૨ મહિનામાં ૭૦૦ અબજ રૂપિયાના ફંડની વ્યવસ્થા કરવાની છે. ૨૦૧૩માં પાકિસ્તાને IMF પાસેથી ૬.૬ અબજ ડોલરનું કર્જ લીધું હતું, જે ચૂકવવાનું બાકી છે.

લક્ષ્યથી અડધો જ વિકાસ દર, શ્રીમંતો કરમાળખાથી દૂર

પાકિસ્તાનનો આર્થિક વૃદ્ધિ દર ૩ ટકાની નજીક છે, જ્યારે પાકિસ્તાન સરકારનું લક્ષ્ય ૬.૩ ટકા છે. પાકિસ્તાનમાં ટેક્સની આવક જીડીપીના ફક્ત ૧૦ ટકા જેટલું જ છે અને તેને કારણે ટેક્સનો બોજો સામાન્ય પ્રજા પર પડી રહ્યો છે. ઉપરાંત ભ્રષ્ટાચાર પણ ચરમસીમાએ છે. પાકિસ્તાનમાં અમીરો પાસેથી ટેક્સ વસૂલાય એવું કોઈ માળખું નથી.

લેણાંના ચુકવણાનું સંકટ મોં ફાડીને ઊભું છે !

બીજી તરફ પાકિસ્તાનના ખજાનામાં વિદેશી હૂંડિયામણ એટલું જ બચ્યું છે કે તેમાંથી ફક્ત ૨ મહિનાની આયાત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ દ્વારા તેને અપાતા ૬ અબજ ડોલરના કાર્યક્રમ પર પણ અસર પડશે. સૂત્રો મુજબ પાકિસ્તાન સમક્ષ ચુકવણાનું સંકટ મોં ફાડીને ઊભું છે.

કેવી રીતે સમય બદલાયો?

૧૯૪૭-૨૦૧૯

ભારત                 ૧૯૪૭                 ૨૦૧૯

વસતી                 ૩૩૦ મિલિયન         ૧.૩૫ બિલિયન

સૌથી વધુ કમાણી       જુગનૂ                  કબિર સિંહ

કરનાર ફિલ્મ           (૫૦ લાખ)            (૨૬૩ કરોડ)

જાહેર પરિવહન         ઘોડાગાડી,                    ટ્રેન, પ્લેન, મેટ્રો,

બળદગાડી              કેબ, બસ

દૂધ (લિટર)            ૧૨ પૈસા               ૫૦ રૂપિયે

સોનું                    ૮૮ રૂપિયા              ૩૮,૭૦૦

રૂપિયો (ડોલર)         ૧                      ૭૧.૨૭

ભારતની આઝાદી માટે ૧૫ ઓગસ્ટ જ શા માટે પસંદ કરવામાં આવી?

સ્વતંત્રતા દિવસ માટે ભારત અને અંગ્રેજો દ્વારા ૧૭ ઓગસ્ટ ૧૯૪૭ જ શા માટે પસંદ કરવામાં આવી તેની પાછળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ દિવસે જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, દર ૧૫ ઓગસ્ટે વડા પ્રધાન લાલ કિલ્લા ઉપરથી ત્રિરંગો લહેરાવે છે પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ એવું થયું નહોતું. ત્યારે ૧૬ ઓગસ્ટે ત્રિરંગો લહેરાવાયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો. આ વિશે અલગ અલગ માન્યતાઓ છે.

કેટલાક ઇતિહાસકારો માને છે કે, તે સમયે સી રાજગોપાલાચારીએ સૂચન આપ્યા બાદ માઉન્ટબેટને આ તારીખ પસંદ કરી હતી. રાજગોપાલાચારીનો મત હતો કે, જો ભારતની આઝાદી માટે ૩૦ જૂન ૧૯૪૮ સુધી રાહ જોવામાં આવશે તો સત્તા માટે કશું વધશે જ નહીં. જે રીતે ભારતમાં કોમી હિંસા શરૂ થઈ હતી તેના કારણે સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ હતી. તેના કારણે માઉન્ટબેટને ૧૪-૧૫ની મધ્યરાત્રિએ બંને દેશોને આઝાદ કરી દીધા.

બીજો મત એવો છે કે, માઉન્ટબેટન ૧૫ ઓગસ્ટને શુભ માનતા હતા. તેમના મતે ભારત માટે પણ આ દિવસ યોગ્ય હતો. તેઓ માનતા હતા કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ જાપાનની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું. તે સમયે માઉન્ટબેટન એલાઇડ ર્ફોર્સિસના કમાન્ડર હતા.


SHARE WITH LOVE
 • 219
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  219
  Shares

Leave a Reply

Your email address will not be published.