વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતના પ્રવાસે, નર્મદા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આજરોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે નર્મદા આવી પહોંચ્યા હતા. જેમાં વિદેશમંત્રી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી. તો આ સાથે જ રાજપીપળા મુખ્ય પોસ્ટઓફિસ ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો તેમણે શુભારંભ કરાવ્યો હતો.

 • નર્મદાજિલ્લા માટે પાસપોર્ટ સેવા કેન્દ્રનું કર્યુંઉદ્ધાટન
 • સ્ટેચ્યુ ઓફ યુનિટિની લીધી મુલાકાત

પાસપોર્ટ સેવા કેન્દ્રનો કરાવ્યો પ્રારંભ

At Vishwa Van, below the Statue of Unity. A Foreign Minister marvels at how the world has been brought to India. pic.twitter.com/21cJezTIBw — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 15, 2019

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ગુજરાતના ચીફ પોસ્ટ માસ્તર જનરલ અશોક પોદ્દાર અને સુરત પોસ્ટ ઓફિસના અશોક સોનખુસરે તેમજ વિદેશ મંત્રાલયના અને પોસ્ટ ઓફિસ વિભાગના વિવિધ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, છે ગુજરાતના પ્રવાસે આવેલ વિદેશ મંત્રી એસ. જયશંકર ગુજરાતની રાજ્યસભા બેઠકના સાંસદ છે.

ભાજપના કાર્યકરો સાથે બેઠક

Inaugurated the Post Office Passport Seva Kendra at Rajpipla. Appreciate the presence of MPs Mansukhbhai Vasava and Gitaben Rathva. Thank RPO Ahmedabad Sonia Yadav and Chief Post Master General Ashok Poddar for their effective partnership. pic.twitter.com/MYQa8LiRdi — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 14, 2019

ઉલ્લેખનીય છે કે, એસ. જયશંકર એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ બેઠકમાં ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર નર્મદા ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક પણ યોજશે. આગામી દિવસોમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઇને સરદાર સરોવર ડેમને ઐતિહાસિક સપાટી સુધી ભરવાનો સંકલ્પ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે દેશના દિગ્ગજ નેતાઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાતે આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં થઇ રહ્યો છે વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 138.33 મીટરે પહોંચી છે. ડેમમાં દર કલાકે સતત એક સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 8 લાખ 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 8 લાખ 11 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

હાલ ડેમમાં 5484.87 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક થતા તંત્ર એલર્ટ થયુ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે કેવડિયા પાસેના ગોરા બ્રિજ 7 દિવસ સુધી બંધ રાખ્યો છે. સાથે જ નદીકાંઠાના 175 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તમામ ગામોમાં TDO અને સરપંચને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ અપાયા છે.


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.