ભાજપે મહારાષ્ટ્રમાં રાતોરાત ગેમ પલટી, શિવસેનાને ઊંઘતું રાખી સવારે BJP-NCPએ સરકાર બનાવી દીધી

SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares

 • મહારાષ્ટ્રના રાજકરણમાં રાતોરાત પલટો
 • ફડણવીસ ફરીથી બન્યા CM
 • NCPના અજિત પવાર બન્યા DYCM

મહારાષ્ટ્રમાં શનિવારની સવારે ભારતીય રાજનીતિનો સૌથી મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો. શનિવારે સવારે બીજેપી અને એનસીપીએ સાથે મળીને સરકાર બનાવી છે. દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, NCPના અજિત પવારે લીધા ડેપ્યુટી સીએમ પદના શપથ. 

NCPના અજિત પવાર બન્યા ઉપમુખ્યમંત્રી 


દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાને સ્પષ્ટ જનાદેશ અપાયો હતો. અમારી સાથે લડી રહેલી શિવસેનાએ તેને નકાર્યો અને સાથે જ અન્ય જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર હતી. સ્થાયી સરકાર આપવાના નિર્ણયને લઈને અજિત પવારને ધન્યવાદ.

અજિત પવારે કહી આ વાત

અજિત પવારે કહ્યું કે પરિણામના દિવસથી લઈને આજ સુધી કોઈ પણ સરકાર બનાવવામાં સમર્થ રહ્યું નથી. મહારાષ્ટ્ર ખેડૂત મુદ્દા સહિત અનેક મુદ્દાઓ પર સામનો કરી રહ્યું હતું. આ માટે અમે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો.

પીએમ મોદીએ આપી શુભેચ્છા

PM નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં ફરી સીએમ બનવાને લઈને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી પદ માટે શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યને માટે મહેનત સાથે કામ કરશે.

શનિવારે સવારે મહારાષ્ટ્રની રાજનીતીની તસવીર બદલાઈ

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રીના નામને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા તૈયાર છે. આ પહેલાં પણ ત્રણ પાર્ટીની બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ શરદ પવારે કહ્યું હતું કે જ્યાં સુધી મુખ્યમંત્રીની વાત છે તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેને લઈને સરકારને લીડ કરવી જોઈએ. શનિવારે સવારે મહારાષ્ટ્રની રાજનીતીની તસવીર બદલાઈ ગઈ છે. 


SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares

Leave a Reply

Your email address will not be published.