ખેડૂતો માત્ર ખેતીના કારણે જ નહીં, પણ જુદા-જુદા કારણોસર આપઘાત કરે છે: નીતિન પટેલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજ્ય સરકાર દ્બારા ખેડૂતોને વરસાદના કારણે થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા માટે 700 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના આપઘાતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ તેના નિવેદનમાં ખેડૂત આપઘાતની વાત કરી હતી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ખેડૂતોના આપઘાત માટે ભાજપની સરકારને જવાબદાર ગણાવી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ખેડૂત જુદાં-જુદાં કારણે આપઘાત કરે છે.

અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો વિરોધી નીતિઓના કારણે છેલ્લાં 22 વર્ષના શાસનમાં ગુજરાતનો ખેડૂત દિન-પ્રતિદિન પાયમાલ થયો છે. એમાં સરકાર તરફથી કોઈ મદદ ન થાય અને સહાય ન મળે એટલા માટે ખેડૂતો પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે તેની પાછળ અનેક કારણ હોય છે. સરકારી FIR પોલીસની ફાટે અને તેમાં એક કોલમ હોય છે, તેમાં શું વ્યસાય કરો છો તે હોય છે. એટલે દાખલા તરીકે ખેડૂત હોય તો ખેડૂત લખે, વેપારી હોય તો વેપારી લખે, નોકરીયાત હોય તો નોકરી લખે, સરકારી કર્મચારી હોય તો સરકારી કર્મચારી લખે. એટલે ન કરે ભગવાન કે, સરકારી કમર્ચારી કોઈ આપઘાત કરે એટલે એવું માંની લેવાની જરૂર નથી કે, સરકારી કર્મચારીઓ આપઘાત કરવા લાગ્યા છે.

એમ ખેડૂત જુદા જુદા કારણસર, તેનો સામાજિક પ્રશ્ન હોય, વ્યક્તિગત પ્રશ્ન હોય, એના કોઈ બીજા આર્થિક કારણો હોય, તેની કોઈ લોન પાકી ન હોય. અમારી પાસે એવી ઘણી માહિતી મળે છે કે, બેંકમાં તેના ખાતામાં સારી એવી રકમ જમા હોય છે અને ઘર સુખી હોય છે છતાં ખેડૂતે આપઘાત કર્યો હોય. જુદા જુદા કારણસર ખેડૂત આપઘાત કરતા હોય છે. કોઈપણ વ્યક્તિ આપઘાત કરે તેના કારણો જુદા જુદા હોય છે પણ FIRમાં જે કોલમ છે તેના નિયમો પ્રમાણે કોલમમાં ખેડૂતો લખાય છે અને લોકો એવી માન્યતા ઊભી કરી દે છે કે, આ ખેડૂતે આપઘાત કર્યો અને ખેતીના કારણે કર્યો જે સાચું અને વ્યાજબી નથી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.